Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ખંભાળિયામાં મુંગા જીવોનો ભોગ લેતી ખુલ્લી ગટરો : ગટરોના કામ અધૂરાં

ખંભાળીયા તા.૧૧ : દેવભૂમી જિલ્લાના વડા મથકે સરકાર દ્વારા ૪૫ કરોડ ઉપરાંતના ખર્ચે અદ્યતન ભુગર્ભ ગટર યોજના મંજુર કરાયેલ જેનુ કામ બે વર્ષમાં પુરૂ કરવાનુ હતુ તેના બદલે છ વર્ષ થવા છતા કામતો પુરૂ ન થયુ પણ ૪૫ કરોડ કયા નાખ્યા તેમ ઠેરઠેર રજૂ પણ ખુલ્લી ગટરો હોય તેમા ગાય, વાછરડા અને કુતરા જેવા મુંગા પશુઓનો ભોગ લેવાતો હોય લોકોમાં ભારે રોષની લાગણી નીંભર તંત્ર સામે જાગી છે.

તાજેતરમાં ૩ સ્થળે એક વાછરડી, એક કુંતરૂ તથા એક બળદના મોત થયા પછી પણ હજુ તંત્ર ઉંઘમાં જ છે ! શહેરમાં અનેક સ્થળે ઉંડી ગટરો પરની પાપડીઓ તૂટી જવાના દિવસો સુધી જ કોઇ પગલા તંત્ર દ્વારા લેવામાં આવતા નથી તથા નીંભર તંત્ર જાણે માનમૃત્યુની રાહ જોતુ હોય તેમ પ્રેક્ષકની જેમ નિહાળતુ હોય ત્યારે રોષની લાગણી સમગ્ર શહેરમાં ફેલાઇ છે.

(11:29 am IST)