Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

દેવળામાં વૃક્ષારોપણ

ધારીઃ તાલુકાના દેવળા ગામના યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું. પર્યાવરણની જાળવણી તેમજ વધુ વૃક્ષો વધુ વરસાદના સુત્રને સાકાર કરવા માટે તેમજ આપણા ભારતના વડાપ્રધાનશ્રીના મંતવ્યને અનુસરીને ધારી તાલુકાના દેવળા ગામના આ યુવાનો દરેક જીવ માત્રને અન્ન, વરસાદ, સારૂ આરોગ્ય અને પર્યાવરણની જાળવણીના હેતુથી અને ગામ વૃક્ષોથી ફરતા ગામની આજુબાજુ નીશાળ તેમજ પડતર જમીનમાં આ વૃક્ષો વાવવાનો પ્રયાસ કરેલ છે. જેમાં આર્યુવેદને લગતા લીંબડો, કણજી, બેડા, સરલ, પીપર, પીપળો,  આમળા, રાવણા, બીલ્લી, અરીઠો, ગોરસ, ગરમાળો, સરગવો,  જેવા પ૦૦ જેટલા વૃક્ષો વાવવાનો આ યુવાનો દ્વારા પ્રયાસ કરેલ છે. વૃક્ષારોપણની તસ્વીર.

(11:25 am IST)