Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ભાણવડમાં પર્યાવરણની જાળવણી અર્થે રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભાણવડ : ભાણવડ શહેરમાં પર્યાવરણ બચાવ અને જાળવણી માટે ફોરેસ્ટ વિભાગ જીઆરડી સ્ટાફ અને વાઇલ્ડ હાર્ટ નેચર કલબના સંયુકત ઉપક્રમે રોપા વિતરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ. શહેરના વેરાડ ગેઇટ બહાર સવારથી જ ઉપરોકત ત્રણેય સંસ્થાઓના ઉપક્રમે વિવિધ વૃક્ષોના કુલ ૮૦૦ રોપાનુ વિતરણ કરાયુ હતુ. પર્યાવરણના જતન માટે વૃક્ષોનુ વાવેતર અને જતન કરવા લોકોને અનુરોધ કરાયો તેમજ ફોરેસ્ટ ખાતાના કવાભાઇ બી.પાટડીયા, સીદાભાઇ આર.વકાતર, રાજેન્દ્ર સિંહ જે.ઝાલા, સુખદેવસિંહ જાડેજા તથા જીઆરડી ખાતાના નવલસિંહ જાડેજા, ઇન્ચાર્જ નારણભાઇ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બી.બી.બોરખતરીયા તથા ગૃપ તેમજ વાઇલ્ડ હાર્ટનેચર કલબના ભવ્ય શેઠ તથા સભ્યો દ્વારા આ રોપ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઇ હતી. રોપ વિતરણ બાદ આ સંસ્થાના સભ્યોના હસ્તે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયુ હતુ. (તસ્વીર - અહેવાલ : રવિ પરમાર, ભાણવડ)

(11:22 am IST)