Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કાલાવડના ગુંદાની લક્ષ્મીએ રાજકોટ માવતરના ઘરે ઝેરી લિકવીડ પી લીધું

સાસુ અને સસરા હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧: કાલાવડના ગુંદા ગામે સાસરૂ ધરાવતી લક્ષ્મીબેન કેતન ચાવડા (ઉ.૨૫) રાજકોટ રોહિદાસપરામાં માવતરે રિસામણે આવી હોઇ કપડા ધોવાનું ઝેરી લિકવીડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

લક્ષ્મીના કહેવા મુજબ તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ કડીયા કામ કરે છે. તેણીના કહેવા મુજબ સાસુ જયાબેન અને સસરા માવજીભાઇ નાની-નાની વાતે હેરાન કરતાં હોઇ પોતે પાંચેક દિવસથી રિસામણે આવી છે. કંટાળીને આ પગલું ભર્યુ હતું. ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં  જાણ કરી હતી.

(11:16 am IST)