Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ટંકારા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત; મોરબીના યુવાન વૈભવ પટેલનું કમકમાટીભર્યું મોત

ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કાર ઉપરની આખી બોડી ઉખડી અને ટ્રકમાં ફસાઇ

રાજકોટ મોરબી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ટ્રક સાથે કાર ધડાકાભેર ટકરાતા મોરબીના 27 વર્ષનાં વૈભવ ગુણવંતભાઇ પટેલનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં કાર કાર ઉપરની આખી બોડી ઉખડી અને ટ્રકમાં ફસાઇ ગયું હતું.ટંકારા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    જાણવા મળ્યા મુજબ મૃતક વૈભવ ગુણવંતભાઇ પટેલ મોરબીના નવા બસ સ્ટેશન પાછળના એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ કાર નં.જીજે 36 એલ 2167 લઇને રાજકોટ તરફ આવી રહ્યા હતા. ત્યારે ટંકારા પાસે ધ્રુવનગર પાસે રોડનું કામકાજ ચાલતુ હતું. આ રોડ દરમિયાન  કાર રાજસ્થાન પાસિંગના ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી.કારની ઉપરની બોડી નીકળીને ટ્રકની બાજુમાં ચોંટી ગયું હતું.

   વૈભવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આધારકાર્ડના સહારે પરિવારજનોની ઓળખ મેળવીને સંપર્ક કરાયો હતો.

(8:59 pm IST)