Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ઢસા સ્વામી,મંદિરના સ્વામીજી પર છરીથી હુમલો કરવાના ત્રણ આરોપીઓ ઝડપાયા

હિસ્ટ્રીશીટર ભૂપતની પૂછપરછમાં અન્ય બે નામ ખુલતા ત્રણેયની ધરપકડ

ઢસા  સ્વામિનારાયણ મંદિરમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી મંદિરના સ્વામીજી પર છરી વડે હુમલો કરી નાસી જનાર આરોપીઓને એલ.સી.બી. બોટાદે પકડી પાડ્યા હતા

  આ અંગેની વિગત મુજબ ઢસામાં ત્રણ ચાર અજાણ્યા ઈસમોએ તા.૮-૫-૧૯ના ૧ઃ૩૦ દરમ્યાન ઢસા સ્વામીનારાયણ મંદિરમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી સ્વામીનારાયણ મંદિરના સ્વામી ઉપર છરી વડે હુમલો કર્યો હતો.

 જેમાં અગાઉ આવા ગુન્હામાં પકડાયેલ આરોપીઓની પુછપરછ તતા એમ.સી.આર કાર્ડ વાળા ઈસમો તથા હીસ્ટ્રીશીટરોની તપાસ તથા દંગા ચેક કરવામાં આવેલ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ નંબરો વાળા શખ્સોના પુછપરછ કરતા હતા જેની  ભુપતભાઈ બીજલભાઈ માથાસુળીયા જેઓ ભાવનગર જીલ્લામાં અગાઉ ગુન્હાઓમાં પકડાયેલ હોય અને ભાવગર જીલ્લાના હીસ્ટ્રીશીટર હોય તેઓને બોટાદ એલ.સી.બી કચેરી બોટાદ ખાતે લાવી વિશ્વાસમાં લઈ યુક્તિથી પુછપરછ કરતા પોતે ગુન્હો કરેલાનો પ્રાથમિક એકરાર કરેલ અને પોતાની સાથે બીજા બે આરોપીઓ દિલીપભાઈ ઉર્ફે દીલો પોપટભાઈ સાથળીયા(રહેે.ધોળા) તથા કમાભાઈ કરશનભાઈ પરમાર (રહે.ઉમરાળા)વાળા નાઓ હોય આ બંને ઈસમોને પુછપરછ અર્થે એલ.સી.બી. કચેરી બોટાદ ખાતે લાવી ત્રણેય ઈસમોને સાથે રાખી પુછપરછ કરતા ત્રણેય ઈસમોએ ગુન્હો કરેલાનો એકરાર કરતા ત્રણેય શખ્સોની ધોરણસર અટકી કરી ઢસા પો.સ્ટે.ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

(11:28 pm IST)
  • ઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • કોલકતામાં અમિતભાઈ વિરૂધ્ધ ૨ ફરિયાદ : અમિતભાઈ વિરૂધ્ધ કોલકત્તામાં બે ફરીયાદ નોંધાઈઃ વિદ્યાસાગર કોલેજના ટીએમસી છાત્ર સંગઠનની રાવ બાદ જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલઃ ગઈકાલે રોડ- શો દરમિયાન વિદ્યાનગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પડાયેલઃ ટીએમસીએ ચુંટણી પંચ પાસે પણ સમય માંગ્યો છે access_time 1:15 pm IST