Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ધોરાજીનું રાજકારણ ગરમાયુ :પાલિકાના નગરસેવકોને ભ્રષ્ટ્રાચાર મામલે લાગ્યા પોસ્ટર

ભાજપ અને કોંગ્રેસ બંને સામે પ્રહાર :જનતા બાગ અને સુપરસીડનો મુદ્દો ગાજ્યો

ધોરાજીમાં ફરીવાર રાજકારણ ગરમાયુ છે ધોરાજીમાં નગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના જનતાના સેવકો સામે ભ્રષ્ટાચાર મુદ્દે પોસ્ટર લાગ્યા છે.

  પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'ભાજપે 60 લાખ રૂપિયા નાખ્યા તેમ છતાં ન બન્યો જનતા બાગ' કોંગ્રેસે કહ્યું, 'વીજિલન્સથી તપાસ કરાવશું, પણ ન થઈ તપાસ. ન બન્યો જનતા બાગ, ફરતી કોર દુકાનો કોના કહેવાથી બની, રોડ-રસ્તા, પાણીના પ્રશ્ન ભાજપે કરી સુપરસીડ તો કોંગ્રેસની સુપરસીડ શું કામ નથી કરતી' આમ બગીચાના લાખો રૂપિયાના ભ્રષ્ટાચારને લઈને ભાજપ-કોંગ્રેસ સામે સવાલો ઉઠતાં ધોરાજીનું રાજકારણ ગરમાયું છે

(10:57 pm IST)