Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુરુદતાત્રેય પ્રભાત શાખાનો વાર્ષિકોત્સવ ઉજવાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વર્ષોથી કાર્યરત ગુરુ દતાત્રેય પ્રભાતશાખા દ્વારા વર્ષભર શાખા લગાવી વિચારોની આપલે અને અંગ કસરતના દાવો સાથોસાથ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે આ પ્રભાત શાખાના વાર્ષિકોત્સવ ગુરુ દાતાત્રેય મંદિર સામેના મેદાનમાં યોજવામાં આવ્યો હતો વૈશાખ શુકલ અષ્ટમી યુગાબ્દ ૫૧૨૧ રાષ્ટ્રીય દિનાંક ૨૨ વૈશાખને રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો હજાર રહ્યા હતા મુખ્ય વકતા તરીકે કવિ સતિષભાઇ વ્યાસ દ્વારા સાંપ્રત સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા વિષે વિસ્તૃત છણાવટ કરી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યોગદાન વિષે ચર્ચા કરી હતી જયારે કાર્યક્રમમાં બૌધ્ધિક વકતા ગિરીશભાઈ બુધ્ધદેવ દ્વારા સંઘની સેવાકીય પ્રવૃતિઓ મોરબીની મચ્છુ હોનારત, કચ્છનો ભૂકંપ વિગેરે આપતી સમયે સંઘએ કરેલી સેવાકીય કાર્યવાહી વિષે અને સંઘના સ્વયંસેવક તરીકેની જવાબદારીઓ અંગે રજૂ કરી હતી. કાર્યક્રમમાં અન્ય પ્રાસંગિક પ્રવચનો શાખા કાર્યવાહક અજયસિંહ જાડેજા તથા ઉપનગર કાર્યવાહક સિધ્ધાર્થભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યા હતા સેવાકીય કાર્યમાં અગ્રેસર ગુરુદતાત્રેય પ્રભાત શાખા દ્વારા વાર્ષિકોત્સવના કાર્ય સમયે પણ સેવાકર્યા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના લોકો પાસેથી સંઘના સ્વયંસેવકો પાસેથી પસ્તી એકત્ર કરી પક્ષીઓ માટે પાણીનાકુંડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પીઢ આગેવાન ભાનુભાઇ પટેલ, મધુભાઈ રાવલ, સુરેન્દ્રભાઈ વ્યાસ અને ભૂપેન્દ્રભાઈ જાની, વ્રજલાલભાઈ પાઠક સહિતના સ્વયંસેવકો હાજર રહ્યા હતા.

(1:18 pm IST)