Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઝાલાવાડના ખેડૂતો પરેશાનઃ બેંક ધિરાણ કાર્ય ચાલુ થયું તો એગ્રી એલઓસી સિસ્ટમમાં પ્રોબ્લેમ ઉભો થયો

વઢવાણ, તા. ૧૫ :. ઝાલાવાડમાં હાલ જગતના તાત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે. પાકવિમા પોષણક્ષમ ભાવ સૌની યોજના થકી સિંચાઈ માટે પાણી નથી મળતુ તેમજ ખાતરના વજનમાં ગોલમાલ સહીત અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યો છે. સમસ્યાઓ ખેડૂતોનો પીછો છોડતી ન હોય તેમ હાલ બેંકમાં પાક ધિરાણ મેળવવા તેમજ પાક ધિરાણ ભરપાઈ કરવા બેંકમા જતા એગ્રી એલઓસી સિસ્ટમમાં પ્રોબ્લેમ સર્જાતા ખેડૂતોને ધરમધક્કા કરવા પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી બેંક ઓડીટના કારણે પાક ધિરાણનું કામકાજ ઠપ્પ હતું. ત્યાર બાદ ખેડૂતો માટે હવે બેંકોમાં એગ્રી એલઓસી સિસ્ટમમા પ્રોબ્લેમ શરૂ થયો છે. આથી ઝાલાવાડમાં રહેતા પાક ધિરાણ સમયે ખેડૂતોને પાકધિરાણ મેળવવા ધરમધક્કા ખાવા પડે છે. આ અંગે મહેન્દ્રસિંહ સોલંકી, પટેલ અક્ષયભાઈ વગેરેએ જણાવ્યુ કે ગત વર્ષે અતિવૃષ્ટિ અને આ વર્ષે દુષ્કાળના કારણે મોટાભાગના ખેડૂતો આર્થિક રીતે ભાંગી ગયા છે. આવા સંજોગોમાં પણ બેંક દ્વારા મેળવેલ પાકધિરાણ ભરપાઈ કરવા ઉછીના પાછીના કરીને તગડા વ્યાજે લાવીને કે વચેટિયાઓ પાસેથી નાણા લઈ બેંક ધિરાણ નવુ જુનુ કરતા હોય છે ત્યારે પંદર દિવસથી બેંક ઓડીટ હોવાથી બેંક ધિરાણ કાર્ય ઠપ્પ હતુ તા. ૧૪-૫-૧૯ના રોજ કામકાજ ચાલુ થતા એગ્રી એલઓસી સિસ્ટમમાં પ્રોબ્લેમ ઉભા થતા પાકધિરાણની કાર્યવાહી થતી ન હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી ભાડા ભરીને આવતા ખેડૂતોને ધરમધક્કો થતા સમય અને નાણાનો ખોટો ખર્ચ થતા વધુ આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.

(1:15 pm IST)
  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST