Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ભાવનગરમાં ચોરીઓમાં સંડોવાયેલ ઘરમાં કામ કરતી કામવાળી બાઇને મુદ્દામાલ સાથે ઝડપી લેવાઇ

ભાવનગર, તા.૧પઃ ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરઙ્ગ એ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ હકિકત આધારે સ્ત્રી આરોપી સોનલબેન મહેન્દ્રભાઇ પરમાર ઉ.વ.૨૫ રહેવાસી ઘોઘારોડ, શીતળામાના મંદિર પાછળ મૈત્રી સોસાયટી રાજુભા માસ્તરના મકાનમાં ભાડેથી ભાવનગરવાળીને સંતકંવરરામ ચોક, કાળાનાળા ભાવનગર ખાતેથી સોનાની ચેઇન-૧ કિ.રૂ. ૧૫૦૦૦/- તથા સોનાની વીટી નંગ-૨ કિ.રૂ.૩૦,૦૦૦/- ની મજકુર સ્ત્રી પાસેથી શકપડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ અને તેણીની અટકાયત કરવામાં આવેલ.

મજકુર સ્ત્રીની પુછપરછ હાથ ધરતા તેણીએ કબુલાત આપેલ હતી કે, તે હિલડ્રાઇવ વિસ્તારમાં મકાનોમાં ઘરકામ કરવા માટે જાય છે અને એક મકાનમાંથી આશરે ચારેક વર્ષ પહેલા સોનાની રૂદ્વાક્ષની માળા તથા એક ઘરમાંથી એકાદ વર્ષ પહેલા સોનાની ચેઇન, વીટીઓ, બ્રેસલેટ વિગેરે દાગીનાની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. જે બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર થયેલ છે. સ્ત્રી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા મહિલા હેડ કોન્સ. મંછાબેન પરમાર તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.

(11:27 am IST)
  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • કોલકતામાં અમિતભાઈ વિરૂધ્ધ ૨ ફરિયાદ : અમિતભાઈ વિરૂધ્ધ કોલકત્તામાં બે ફરીયાદ નોંધાઈઃ વિદ્યાસાગર કોલેજના ટીએમસી છાત્ર સંગઠનની રાવ બાદ જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલઃ ગઈકાલે રોડ- શો દરમિયાન વિદ્યાનગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પડાયેલઃ ટીએમસીએ ચુંટણી પંચ પાસે પણ સમય માંગ્યો છે access_time 1:15 pm IST