Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઢસા સ્વામીનારાયણ મંદીરમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી સ્વામીજી ઉપર છરી વડે હુમલો કરી નાસી જનાર આરોપીઓ ઝડપાયા

 ભાવનગર, તા.૧૫: ઢસા માચાર અજાણ્યા ઇસમોએ ઢસા સ્વામીનારાયણ મંદીરમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી સ્વામીનારાણ મંદીરના સ્વામી ઉપર છરી વડે હુમલો કરેલ અનુસંધાને બોટાદ પોલીસ અધીક્ષક  હર્ષદ મહેતાની સુચનાથી વિભાગીય પોલીસ અધિકારી  રાજદીપસિંહ એન. નકુમ તથા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દિનેશભાઇ ત્રિવેદી તથા પો.હે.કોન્સ. એલ.પી.ચુડાસમા તથા પો.હે.કોન્સ. જીજ્ઞેશભાઇ હસમુખભાઇ દંગી તથા પો.હે.કોન્સ વનરાજભાઇ વિશુભાઇ બોરીચા તથા પો.કોન્સ. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં તથા પો.કોન્સ. યોગેન્દ્રસિંહ હનુભા સરવૈયા તથા પો.કોન્સ. પુરવભાઇ પ્રવિણભાઇ સોનાગરા તથા ડ્રા.પો.કોન્સ. કનકસિંહ ઘનશ્યામસિંહ તથા ડ્રા.પો.કોન્સ. ઘનશ્યામભાઇ માનસંગભાઇ ધરજીયા એસ.ઓ.જી સ્ટાફના માણસો હેડ.કોન્સ. મુકેશભાઇ રાજાભાઇ પો.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચા તથા પો.કોન્સ. હસુભાઇ અનકુભાઇ જેબલીયા તથા ડ્રા.પો.કોન્સ. યુવરાજસિંહ પરમારએ અલગ અલગ ટીમો બનાવી સદર ગુન્હો ડીટેકટ કરવા પ્રયત્નો કરેલ.

જેમાં અગાઉ આવા ગુન્હાઓ માં પકડાયેલ આરોપીઓની પુછપરછ તથા એમ.સી.આર. કાર્ડ વાળા ઇસમો તથા હીસ્ટ્રીશીટરોની તપાસ તથા દંગા ચેક કરવામાં આવેલ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ નંબરો વાળા ઇસમોની પુછપરછ કરતા  ભુપતભાઇ બીજલભાઇ માથાસુળીયા જેઓ અગાઉ પણ ભાવનગર જીલ્લામાં અગાઉ ગુન્હાઓમાં પકડાયેલ હોય અને ભાવનગર જીલ્લાના હીસ્ટ્રીશીટર હોય તેઓને બોટાદ એલ.સી.બી. કચેરી બોટાદ ખાતે લાવી વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા પોતે ગુન્હો કરેલાનો પ્રાથમીક એકરાર કરેલ અને પોતાની સાથે બીજા બે આરોપીઓ દિલીપભાઇ ઉર્ફે દીલો પોપટભાઇ સાથળીયા રહે.ધોળા તથા કમાભાઇ કરશનભાઇ પરમાર રહે.ઉમરાળા વાળા નાઓ હોય આ બંને ઇસમોને ઇસમોને પુછપરછ અર્થે એલ.સી.બી. કચેરી બોટાદ ખાતે લાવી ત્રણેય ઇસમોને સાથે રાખી પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ ગુન્હો કરેલાનો એકરાર કરતા  સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી ઢસા પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

આરોપીઓ(૧) ભુપતભાઇ બીજલભાઇ માથાસુળીયા  દે.પુ. ઉ.વ. આશરે ૩૫ વર્ષ ધંધો—જુરી રહે. ઉમરાળા, દાતારની દરગાહ પાસે, સીતારામનગર તા.ધોળા (૨) દિલીપભાઇ ઉર્ફે દીલો પોપટભાઇ સાથળીયા દે.પુ. ઉ.વ. આશરે ૨૬ થી ૨૭ વર્ષ ધંધો - મજુરી રહે.ધોળા રેલ્વે સ્ટેશન પાસે, ઝુંપડપટ્ટીમાં તા.ધોળા (૩) કમાભાઇ કરશનભાઇ પરમાર જાતે- દે.પુ. ઉ.વ.૫૫ રહે. કેરીયા તથા પીપરાળી ની વચ્ચે આવેલ દ્યનશ્યામસિંહ ગોહીલ ઉર્ફે ભગતની વાડીએ તા.ઉમરાળા પૈકી આરોપી ભુપતભાઇ બીજલભાઇ પાસેથી મોબાઇલ નંગ – ૦૧ તથા આરોપી દીલીપભાઇ ઉર્ફે દીલો પોપટભાઇ સાથળીયા પાસેથી મોબાઇલ નંગ – ૦૧ મળી કુલ મોબાઇલ–૦૨ કિં.રૂ.૧૦૦૦/- મળેલ છે. આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ આ કામનો આરોપી ભુપતભાઇ  સાથળીયા અગાઉ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હાઓમાં તથા દારૂના કેસોમાં પકડાયેલ છે તથા અગાઉ ભાવનગર જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓમાં પણ પકડાયેલ છે. આરોપી દીલીપભાઇ પોપટભાઇ સાથળીયા અગાઉ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મારામારી તથા દારૂના ગુન્હાઓમાં પકડાયેલ છે.

(11:27 am IST)