Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ગાંધીધામ પાસે છકડો ચાલકે બાઇકને ઉલાળતા રામકેવલ બીંદનું રાજકોટમાં મોત

રાજકોટ તા.૧૫: ગાંધીધામ ફલાઇ ઓવર બ્રીજ પાસે છકડો રીક્ષાના ચાલકે બાઇકને ઠોકરમારતા પરપ્રાંતીય યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે.

મળતી વિગત મુજબ ગાંધીધામના ગળપાદર સારાનગરમાં રહેતા રામકેવલ શ્યાવલીભાઇ બીંદ (ઉ.વ.૪૦) પરમ દિવસે પોતાનું મોટર સાયકલ લઇને ગાંધીધામથી પોતાના ઘરે જતા હતા. ત્યારે ગાંધીધામ નજીક ફલાઇ ઓવરબ્રીજ પાસે છકડો રિક્ષાના ચાલકે બાઇકને ઠોકર મારતા પરપ્રાંતિય યુવાન ફંગોળાઇ જતા તેને ગંભીર ઇજા થતા ગાંધીધામ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે એડીવીઝન પોલીસ મથકના હેડકોન્સ રવીભાઇ તથા રાઇટર મૌલીકભાઇએ પ્રાથમીક કાગળો કરી ગાંધીધામ મોકલ્યા છે.

(11:27 am IST)