Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

જુનાગઢ જિલ્લાના લેઉવા પટેલ સમાજના વિદ્યાર્થીઓ માટે લોનસહાય

આર્થીક પરિસ્થિતી નબળી હોય તેવા ઉચ્ચ અભ્યાસ ઇચ્છુક પટેલ પરીવારના વિદ્યાર્થીઓ સંપર્ક કરે

જુનાગઢ, તા., ૧પઃ લેઉવા પટેલ સમાજનાં કોઇ પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના સંજોગોમાં તેજસ્વી બાળકો અભ્યાસથી વંચીત રહી પોતાની કારકીર્દીને ઉજ્જવળ બનતી અટકાવી ના શકે તે માટે જુનાગઢ શહેરનાં સમાજશ્રેષ્ઠીઓ દ્વારા આવા વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસ માટે તેમને સહાયરૂપ બનવા કાર્ય કરી રહયા છે. નિવૃત કૃષિ અધિકારી પ્રાગજીભાઇ ત્રાપસીયા પોતાના નિવૃતી જીવનનો સમય આપીને ગરીબ બાળકોનાં અભ્યાસને જીવંત બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

આર્થીક પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીની અભ્યાસની શ્રૃંખલા અટકે નહી તે માટે આર્થીક લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી સહાયક મંડળ જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લાના વતની હોય તેવા  તેજસ્વી ઉચ્ચ અભ્યાસ ઇચ્છુક જરૂરતમંદ પરીવારના છાત્રોને અભ્યાસ સહાયરૂપ બનવા વગર વ્યાજની લોન સહાય આપવામાં આવે છે.

 ધો.૧ર ની વર્ષ ર૦૧૯માં ૭પ ટકા ઉચ્ચ ગુણાંક સાથે પરીક્ષા ઉર્તીણ કરેલ હોય અથવા જી-નેટ સ્લેટ આધારીત એડમીશન મેળવેલ હોય અને ઉચ્ચ અભ્યાસ માટે આર્થીક મદદની આવશ્યકતા હોય તેવા પરીવારનાં સંતાનોને લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી સહાયક મંડળ જુનાગઢ દ્વારા વગર વ્યાજની લોન સહાય કરવામાં આવે છે.

લોન સહાય મેળવવા માટે બસ સ્ટેશન સામે ન્યુ સંકલ્પ કોમ્પલેકસ ત્રીજા માળે આવેલ ૩ર૦ નંબરની શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળની ઓફીસ ખાતેથી આ માટેના ફોર્મ મળી શકશે.

ફોર્મ સવિગત અને સાધનીક કાગળો સાથે ત્યાં જ પરત કરવા વધુ વિગત માટે ૯૪ર૮ર ૪૯૩૮૧ ઉપર પ્રાગજીભાઇ ત્રાપસીયાનો સંપર્ક સાધી વધુ જાણકારી મેળવી શકાશે.

(11:19 am IST)