Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સાપર- વેરાવળમાં ઘરમાં ઘુસી સગીરાને હવસનો શિકાર બનાવનાર આરોપી જયેશ ગોહિલ ઝડપાયો

ફોનમાં જાનથી મારી ધમકી આપીને રાત્રે ઘરમાં ધુસીને નરાધમે પીંખી નાખી

 

સાપર વેરાવળમાં ઘરમાં ધુસીને બળાત્કાર ગુજારવાના આરોપી જયેશ ગોહિલને ઝડપી લેવાયો છે સાપર વેરાવળ ખાતે 3 દિવસ પહેલાસગીરાને ફોનમાં ધમકી આપી એક શખ્સને રાત્રે ઘરમાં ઘુસી હવસનો શિકાર બનાવી હતી મોડી રાતે પરિવારજનો જાગી જતા હવાસખોર ભાગી ગયો હતો જોકે શાપર વેરાવળ પોલીસે પોકશો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ઘરી હતી

  રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ માં આવેલ સર્વોદય સોસાયટીમા રહેતા પરિવારની સગીર દીકરીને હવાસનો શિકાર બનાવવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ભારે સનસનાટી મચી જવા પામી છે શાપર વેરાવળમાં મુરલીધર કાટા પાસે રહેતો જયેશ વિનુભાઈ ગોહિલ નામનો તારીખ 11 5 2019 ના રોજ રાત્રે ભોગ બનનાર સગીરાને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ૧૩ વરસની સગીરાને તેના રૂમમાં લઈ જઈ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો સગીરાએ દેકારો કરતા પરિવારજનો જાગી જતા હવસખોર નાસી છૂટ્યો હતો

 ઘટના અંગે પરિવારજનો પોલીસને જાણ કરતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ખોખર સહિત સ્ટાફ દોડી ગયો હતો અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોરને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:47 am IST)
  • આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નાસી છૂટેલા આતંકીને દિલ્હી પોલીસે શ્રીનગરથી ઝડપી લીધો: તે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર ભણી નાસી છૂટવાની પેરવીમાં હતો access_time 11:17 am IST

  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • કોલકતામાં અમિતભાઈ વિરૂધ્ધ ૨ ફરિયાદ : અમિતભાઈ વિરૂધ્ધ કોલકત્તામાં બે ફરીયાદ નોંધાઈઃ વિદ્યાસાગર કોલેજના ટીએમસી છાત્ર સંગઠનની રાવ બાદ જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલઃ ગઈકાલે રોડ- શો દરમિયાન વિદ્યાનગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પડાયેલઃ ટીએમસીએ ચુંટણી પંચ પાસે પણ સમય માંગ્યો છે access_time 1:15 pm IST