Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ગારીયાધારમાં રામ નવમીની ઉજવણી શોભાયાત્રામાં રામભકતો જોડાયા

ગારીયાધાર તા.૧૬: શહેરમાં વિશ્વ હિન્દુ પરીષદ અને રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિતે શોભાયાત્રા નિકળી હતી.

આ શોભાયાત્રામાં ભીડભંજન મહાદેવ મંદિરથી એસ.ટી. સ્ટેશન, ગાંધી ચોક, મેઇન બજાર, જગ્યાવાળી શેરી થઇ પરત ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પરત ફરી હતી. આ શોભાયાત્રા પરીષદના કાર્યકરો, સમિતિના આગેવાનો, પત્રકારો, વેપારીઓ, વકીલો અને યુવાનો સહિતના લોકો જોડાયા હતા.

શહેરના કેટલાક મંડળો દ્વારા સરબતના સ્ટોલ મુકાયા હતા તેમજ મહિલા મંડળ દ્વારા પણ શોભાયાત્રા દરમિયાન રામધુન લેવાઇ હતી. આ શોભાયત્રાનું પ્રસ્થાન પરિષદના રાજેશ સાકરીયા, વિપુલભાઇ જોષી, ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી અને મહેશભાઇ ખેની દ્વારા કરવામાં આવી હતી.

(11:42 am IST)
  • પીએમની બાયોપિકની રીલીઝના રોકનો મામલો : સુપ્રીમકોર્ટે ચુંટણી પંચને કર્યો આદેશઃ ફિલ્મ જોઇ સિલબંધ કવરમાં રીપોર્ટ આપવા આદેશ access_time 3:55 pm IST

  • જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો : માર્ચમા ૩.૧૮ ટકા પહોંચ્યો :ચુંટણી સીઝનમાં સરકારને મોંઘવારીના મોર્ચા પર એકવાર ફરી ઝટકો લાગ્યો છેઃ જથ્થાબંધ મોંધવારીના આંકડામાં વધારો થયો છેઃ તે માર્ચમાં વધી ૩.૧૮ ટકા પહોંચ્યો જે ફેબ્રુઆરીમાં ૨.૯૩ ટકા પર હતોઃ જથ્થાબંધ મોંધવારી દરમાં વધારાનું કારણ ખાણી પીણીની વસ્તુઓ અને ફયુઅલની કિંમતોમાં તેજી છે. માર્ચમાં ખાણી-પીણીની વસ્તુની જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. access_time 3:55 pm IST

  • ગાંધીધામ તથા કચ્છમાં પણ એકાએક હવામાન પલટાયુ : વાતાવરણ ધુંધળુ બની જતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી :કચ્છમાં પવનનો મારો ઝીંકાયો access_time 12:40 pm IST