Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

હળવદ માર્કેટ યાર્ડ બહાર ખેડૂતોનું વરીયારીના ભાવમાં ઘટાડાના લીધે ચક્કા જામ

 હળવદ, તા. ૧પ :  અહીંના માર્કેટિંગ યાર્ડમાં હાલ વરીયાળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગત સપ્તાહના અંતે ૧૩૦૦ રૂ ખરીદીનો ભાવ હતો જોકે આજે સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો વરીયાળી લઈને પહોંચ્યા ત્યારે ભાવ ૧૩૦૦ ને બદલે ૯૦૦ રૂ જ હોવાનું માલૂમ પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો હતો અને કૃષિ જણસનો પૂરો ભાવ ના મળે તો ખેડૂત દેવાદાર બની જાય જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો હળવદ હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક ખેડૂતોએ વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતોઙ્ગ . આ ના થી કચ્છ અમદાવાદ હાઈ વે પ્રભાવિત થયો હતો. ત્યાર બાદ પોલીસ ટ્રાફીક કિલયર કરાવ્યો હતો અને હાલ રાબેતા મુજબ થઈ ગયું છે.

(4:28 pm IST)