Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વાંકાનેર, મોરબી, સુરેન્દ્રનગરમાં વાહનો ચોરનાર ત્રણ શખ્સોની ગેંગ ઝડપાઈ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૫ :. જોરાવરનગર પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રતનપર બાયપાસ ખેરાળી ચોકડી પાસે રોડ ઉપરથી આરોપીઓ (૧) સુરજ ઉર્ફે કાળીનો એક્કો પ્રકાશભાઈ ગીરી બાવાજી (ઉ.વ. ૧૯, રહે. વડનગર, અંબે માતાના મંદિર પાસે) (૨) આસીફ હુસેનભાઈ ભટ્ટી મુસલમાન (ઉ.વ. ૨૨ રહે. સુરેન્દ્રનગર ટાવર પાસે, મીયાણાવાડ (૩) આમીન ગફારભાઈ કટીયા મુસલમાન મીયાણા (ઉ.વ. ૧૯, રહે. રતનપર સુધારા પ્લોટવાળાને ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરની સીએનજી રીક્ષા ચેસીસ નં. એમડી૨એ૧૭એવાયજે ડબલ્યુએમ૭૫૫૭૨ તથા એન્જીન નં. એઝેડવાયડબલ્યુજેએમ૬૨૬૪૫ કિં. રૂ. ૧,૦૦,૦૦૦ તથા મોબાઈલ ફોન નં. રૂ. ૫૦૦૦ સાથે મળી આવતા ત્રણેય ઈસમોની પુછપરછમાં (૧) ત્રણેક મહિના પહેલા અક્રમ ગફારભાઈ કટીયા રહે. રતનપર સુધારા પ્લોટવાળા એમ ત્રણેય ભેગા મળી વાંકાનેર મીલ પ્લોટ શાંતિનગર વિસ્તારમાં રાત્રીના સમયે ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે અંગે વાંકાનેર સીટી પો. સ્ટે. ફર્સ્ટ ગુ.ર. નં. ૦૮/૧૯ ઈ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો ડીટેકશન થયેલ છે.

(૨) ત્રણેક મહિના પહેલા મોરબી પાડા પુલ નજીક ગલીમાંથી સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરેલ જે મોરબી સીટી બી. ડિવીઝન પો. સ્ટે.માં અગાઉ ગુન્હો ડીટેકટ થયેલ છે. (૩) ત્રણેક મહિના પહેલા વાંકાનેર ગામે હાઈવે રોડ પાસેથી ટ્રકમાંથી બે બેટરીઓની ચોરી કરી મોરબીમાં પકડાયેલ સીએનજી રીક્ષામાં તથા હાલે પકડાયેલ સીએનજી રીક્ષામાં ચડાવી ઉપયોગ કરેલ છે. (૪) સાડા ત્રણેક મહિના પહેલા સરખેજ પો. સ્ટે. નજીક રોડ ઉપરથી એક સીએનજી રીક્ષાની ચોરી કરેલ જે આરોપી સુરજ ઉર્ફે કાળીનો એક્કાએ તેના મિત્ર સલીમ ઉર્ફે સલીયો અબ્દુલભાઈ ખલીફા રહે. સુ.નગરવાળાને રૂ. ૨૦,૦૦૦મા વેચી દીધેલ છે. (૫) ત્રણેક મહિના પહેલા અમદાવાદ સનાથલ ચોકડી પાસેથી કાળા કલરના સ્પ્લેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલ જે મો.સા. આરોપી સુરજ ઉર્ફે કાળીના એક્કાએ તેના મિત્ર સલીમ ઉર્ફે સલીયો અબ્દુલભાઈ ખલીફાને રૂ. ૨૦,૦૦૦મા વેચી દીધેલ છે. (૬) દોઢેક મહિના પહેલા સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના ઉતારા પાસે આવેલ દુકાનમાંથી વજનકાંટો તથા પંખાની ચોરી કરેલ જે વજનકાંટા તથા પંખો જે તે સમયે જ ભોગાવો નદીમાં બિનવારસી મુકી દીધેલ છે. (૭) આજથી ત્રણેક મહિના પહેલા સુરેન્દ્રનગર રાજ હોટલ પાસે રેલ્વે કવાર્ટરમાંથી પાણીની મોટરની ચોરી કરેલ છે. જે મોટર નદીના સામાકાંઠે જોલી સમોસાવાળી ગલીમાં આવેલ ભંગારના ડેલામાં અક્રમે વેચી દીધેલ છે. (૮) દોઢક મહિના પહેલા રીવરફ્રન્ટ સ્મશાન પાસે ગોડાઉનમાંથી રેવડીના આઠ પેકેટ, ઓઈલના ડબલા ૧૦ થી ૧૨, મુખવાસની ચાર થેલીઓની ચોરી કરેલ જેના સરખા ભાગ પાડી રેવડી ખાઈ ગયેલ તથા ઓઈલના પૈસા વાપરી નાખેલ છે. (૯) એકાદ મહિના પહેલા સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં દુકાન તોડી આઠ થી દશ રૂપિયાની ચોરી કરેલ છે. જે રૂપિયાના સરખા ભાગ પાડેલ અને વપરાઈ ગયેલ છે.

આરોપી સુરજ ઉર્ફે કાળીનો એક્કો પ્રકાશભાઈ ગીરી બાવાજી ઉ.વ. ૧૯ રહે. વડનગર, અંબે માતાના મંદિર પાસે સુરેન્દ્રનગર વાળો અગાઉ વઢવાણ પોલીસ સ્ટેશનમાં એલસીડી ટીવી ચોરીમાં, સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીમાં તથા મોરબી પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે.

ડી.એમ. ઢોલ પો. ઈન્સ. એલ.સી.બી. સુ.નગરનાઓના સીધા સુપરવિઝન હેઠળ એલસીબી ટીમના એએસઆઈ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા હેડ કોન્સ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.કોન્સ. દીલીપભાઈ ભુપતભાઈ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અમરકુમાર કનુભાઈ તથા અનિરૂદ્ધસિંહ અભેસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ એ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોર મુદામાલ શોધી કાઢી વાહન તથા ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

(3:57 pm IST)