Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગવરીદળમાં રાજકોટના જગદીશભાઇ મોલીયા પર પ્લાસ્ટીકના પાઇપ હુમલો

રાજકોટ તા. ૧૫: કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ ચિત્રકુટ સોસાયટીમાં રહેતાં જગદીશભાઇ નાથાભાઇ મોલીયા (ઉ.૪૫) સાંજે પાંચેક વાગ્યે ગવરીદળ ગામમાં હતાં ત્યારે પ્રેમજી ડાભીએ ઝઘડો કરી પ્લાસ્ટીકના ધોકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. હેડકોન્સ. હેમરાજસિંહ પરમાર અને હેમતભાઇએ કાર્યવાહી કરી હતી. ગવરીદળમાં આવેલી જગદીશભાઇના ફઇના છોકરાની જમીન વાવવા બાબતે આ માથાકુટ થઇ હતી

 

(12:14 pm IST)