Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભાવનગરમાં પેસેન્જર રિક્ષામાં મુસાફરોની નજર ચુકવી ખિસ્સા કાપતી 'મધુ વલ્લભ' ગેંગના બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

ભાવનગર, તા.૧૫:  ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌરએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે.

ગઇકાલે ફરિયાદી સમીરભાઇ આરીફભાઇ ધાનાણી જાતે.મેમણ ઉ.વ.૨૫ રહે. પુંજા પાદર ગામ તા.લીલીયા જી.અમરેલીવાળાઓ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ જાહેર કરી હતી કે, પોતે સર ટી હોસ્પીટલ ખાતેથી પેસેન્જર રિક્ષામાં બેઠેલ અને રિક્ષામાં અન્ય મુસાફરો પણ હતા અને વાઘાવાડીરોડ ઉપર ઉતરેલ તે દરમ્યાન રિક્ષામાં પોતાનું ખિસ્સુ કપાયેલ અને રોકડ રૂપિયા ૧૭,૦૦૦/- ગાયબ હતા આમ ચાલુ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલ ખિસ્સા કાતરૂએ પોતાનું ખિસ્સુ કાપી રોકડ રૂપિયા ૧૭,૦૦૦/- ચોરી કરી લીધા અંગે ફરિયાદ હકિકત જાહેર કરેલ હતી.

 સદર ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને બાતમી હકિકત મળેલ કે, લોકોને પેસેન્જર તરીકે બેસાડી મુસાફરોના ખિસ્સા કાપતી ગેંગના માણસો હાલ એસ.ટી. બસ સ્ટેશન બહાર રિક્ષા નંબર GJ 25 Z 371 સાથે હાજર છે જે હકિકત આધારે તપાસ કરતા બાતમીવાળી રિક્ષા સાથે બે ઇસમો (૧) પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર ઉ.વ.૨૯ રહેવાસી કુંભારવાડા મોક્ષમંદિર પાછળ મફતનગર ભાવનગર (રિક્ષા ચાલક) (૨) મધુભાઇ વલ્લભભાઇ સગર ઉ.વ.૫૫ રહેવાસી દેવજી ભગતની ધર્મશાળા પાસે વડવા સગરનો ડેલો ભાવનગર ( કુખ્યાત ખિસ્સા કાતરૂ ) વાળાઓને ઝડપી પાડેલ હતા અને બંન્ને પાસેથી રોકડ રૂપિયા ૧૭,૦૦૦/- કબ્જે કરવામાં આવેલ છે અને ગુન્હામાં વાપરેલ રિક્ષા નંબર GJ 25 Z 371 કિ.રૂટ્ટ. ૩૦,૦૦૦/-ની કબ્જે કરવામાં આવેલ છે

મજકુર બંન્ને આરોપીઓ સદર ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, પકડાયેલ મધુ વલ્લભ સગર કુખ્યાત ખિસ્સા કાતરૂ છે અને અનેક ગુન્હાઓમાં અનેક વખત પકડાઇ ચુકેલ છે. મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આમ એસ.ઓ.જી. પોલીસે ખિસ્સા કાતરૂ ગેંગના બે સભ્યોને પકડી ગઇકાલે રજી થયેલ ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા ડ્રાઇવર ભોજાભાઇ જોડાયા હતા.

(12:03 pm IST)