Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

જુનાગઢમાં સોશ્યલ મીડિયામાં વરલી મટકાનો જુગાર રમતા ઝડપાયા

કાળવા ચોકમાં આર.આર. સેલનાં દરોડા

જુનાગઢ તા. ૧પઃ શહેરના કાળવા ચોકમાં સોશ્યલ મીડીયામાં વર્લી મટકાનો જુગાર રમતા ૪ શખ્સોને આર.આર.સેલની ટીમે ઝડપી લીધા હતા.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદીની સુચનાથી રેન્જમાં દારૂ/જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાના ભાગ રૂપે મળેલ સુચના અન્વયે આર.આર.સેલના એ.એસ.આઇ. એસ. એમ. દેવરે તથા ગીરૂભા, પ્રવિણભાઇ વગેરે ખાનગી રાહે હકિકત મળેલ કે જુનાગઢના કાળવા ચોકમાં કૈલાશ પાનની દુકાને અમુક માણસો મોબાઇલમાં વોટસએપ દ્વારા વર્લી મટકાનો આંકફેરનો જુગાર રમી રમાડે છે. જેથી ત્યાં દરોડા પાડયા (૧) વિરેન પ્રમોદભાઇ ઉર્ફે ટીણી દેવાણી લુહાણા રહે. ગણેશ ફળીયા, જુનાગઢ વાળો રોકડ રૂપિયા પ૧૪પ/- તથા મો. ફોન તથા વરલી સાહિત્ય સાથે કુલ રૂ. ૩૦૧૪પ/- ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે. તથા તેની સાથે વોટસઅપમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપી (ર) બાલુભાઇ (૩) જયસુખભાઇ (૪) મિલન વિ. માણસો જુગાર રમતા હોય તો ઉપરોકત ચારેય ઇસમો ઉપર જુનાગઢ બી ડીવીઝન પો. સ્ટે.માં ફરિયાદ રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:05 pm IST)
  • કેન્દ્રમાં UPA સરકાર આવશે તો સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત : લોકસભામાં બિલ પાસ કરાવશું : ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ પ્રક્રિયા સરળ બનાવશું : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી access_time 8:01 pm IST

  • સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે 5 વરિષ્ઠ આઇપીએસ ઓફિસરોની નિમણુક: સીબીઆઈના પાંચ સિનિયર આઇપીએસ ઓફીસરોની જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.જેમાં સંપત મીના, અનુરાગ, રાકેશ અગરવાલ, ડી. સી..અને વિપ્લવ કુમાર ચૌધરીનો સમાવેશ થાય છે. access_time 10:35 am IST

  • સચ્‍ચા હૈ, અચ્‍છા હૈ, ચલો નિતિશ કે સાથ... બિહારમાં મુખ્‍યમંત્રી નિતિશ કુમારના જેડીયુ પક્ષે ચૂંટણી સૂત્ર વહેતું કર્યુ access_time 4:13 pm IST