Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ સંદર્ભે

ભાવનગરમાં જિલ્લા કક્ષાનું ઇલેકટ્રોનિક મીડીયા મોનિટરીંગ સેન્ટર કાર્યરત

ભાવનગર તા ૧૫  :  આગામી  લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ ના અનુસંધાને રાજયચુંટણી તંત્રના નિર્ર્દેશ  અનુસાર ભાવનગર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર  શ્રી હર્ષદ પટેલની સુચના અનુસાર ભાવનગર ઝોનલ કચેરી-૧, કલેકટર કચેરી પાછળ મોતી બાગ, ભાવનગર ખાતે જિલ્લા કક્ષાનું ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેની જવાબદારી જિલ્લા માહીતી કચેરી દ્વારા નિભાવવામાં આવશે. જિલ્લા નાયબ ચુંટણી અધિકારી બી.એન. ખેરે મીડીયા સેન્ટરની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

આ ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટરસમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી ૨૪* ૭ કાર્યરત રહેશે. જયાં વિવિધ ઇલેકટ્રોનિક માધ્યમો પર પ્રસારિત થતાં રાજકીય  સમાચારો ટોક  શો, પેઇડ કાયક્રમો સહિતની  બાબતોનું નિરીક્ષણ કરવામાંઆવશે. તદુપરાંત તમામ સ્થાનિક ટીવી ચેનલોએ તેમના દ્વારા દર્શાવાતા કાર્યક્રમોની વિગતો અને સ્ક્રિપ્ટની માહીતી આ સમિતીને પુરી પાડવાની રહેશે અન ેસંલગ્ન રાજકીય પક્ષના કાયક્રમો  પ્રસારિત કરતાં પૂર્વે મંજુરી મેળવવાની રહેશે.

દરમિયાન જિલ્લા નાયબ ચુંટણી અધિકારીશ્રી  બી.એન.ખેરે આજ આ મિડીયા સેન્ટરની  મુલાકાત લઇ, કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. અને જરૂરી વ્યવસ્થાઓ પુરી પાડવા સંબધિત તંત્રને સુચનાઓ આપી હતી. આ સમયે નાયબ માહીતી  નિયામકશ્રી એેસ.એમ. બુંબડીયા, આર.એન્ડ બી. ના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર કોરાટ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૩.૨)

(11:57 am IST)
  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • LICના ચેરમેનપદે એમ.આર.કુમાર : કેન્દ્ર સરકારે એમ.આર. કુમારને એલઆઈસીના નવા ચેરમેન તરીકે નિયુકત કર્યા છે : જયારે ટી.સી. સુશીલ કુમાર અને વિપીન આનંદની મેનેજીંગ ડીરેકટર તરીકે વરણી કરવામાં આવી છે. access_time 3:44 pm IST

  • સાબરકાંઠામાં પબજી અને મોમો ચેલેન્જ ગેમ ઉપર પ્રતિબંધ લાદતા કલેકટર : પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમનારા સામે કાયદાકીય દંડની કાર્યવાહી થશે access_time 6:14 pm IST