Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

વાંકાનેર તાલુકા પોલીસનો સપાટો :લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો :બે શખ્શોની ધરપકડ :એક નાશી ગયો

રિક્ષામાં દારૂની હેરાફેરી અને દારૂનો જથ્થો ભરેલી ટાટા ઝડપાઇ :ચાલાક ફરાર

મોરબીઃ જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસે સપાટો બોલાવ્યો છે બે સ્થળે દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી. જેમાં રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમને ઝડપી પાડ્યા હતા. જયારે બીજા દરોડામાં ટાટા 407 વાહનમાં દારૂ ભરેલો હતો. જેને જપ્ત કરતા દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો.

  મોરબી જિલ્લા એસપી ડો. કરણરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ. ગોહિલની ટીમ પ્રોહી જુગાર જેવી પ્રવૃત્તિ નાબુદ કરવા ટીમ કાર્યરત કરવામા આવે છે. જેમાં તાલુકા ટીમના પીએસઆઈ એસ ગોહિલ, બી ડી પરમાર, સુરેશભાઈ ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગીરીશકુમાર ટાપરીયા, રવિભાઈ લાવડીયા, રાજેશભાઈ વિશાલભાઈ સહિતની ટીમે બાતમીને આધારે વાંકાનેરના ભલગામ નજીક હાઈવે પરથી ટાટા 407ને અટકાવી તપાસ કરતા વિવિધ બ્રાંડની 2354 બોટલ દારૂ કીંમત 8,63,630 તેમજ 180 એમએલની 780 નંગ દારૂની બોટલ કીમત 78,000 સહીત કુલ 3134 બોટલ દારૂ કીમત 9,41,630 અને ટાટા મેટાડોર સહીત 11,41,630 નો મુદામાલ જપ્ત કર્યો છે, જયારે વાહનચાલક વાહન મૂકી નાસી ગયો હતો જેની શોધખોળ શરૂ છે.

  જયારે અન્ય દરોડામાં તાલુકા પીએસઆઈ એસ ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી ડી પરમાર, ધર્મેન્દ્રસિંહ અનિરુધ્ધસિંહ, વનરાજસિંહ અભેસિંહ, હરેશભાઈ કરમશીભાઈ, નગાભાઈ કરશનભાઈ સહીતન ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચેકિંગમાં હતા ત્યારે, સીએનજી ઓટો રીક્ષા નં GJ10 TW 2924ને રોકી તપાસ કરતા રીક્ષામાંથી 288 બોટલ દારૂ કીમત 12,800 મળી આવતા આરોપી જીતેન્દ્રભાઈ દલસુખગીરી ગોસ્વામી (..29) રહે રાજકોટ મવડી પ્લોટ અને સંજય મોહનભાઈ કૂકડીયા કોળી (..27) રહે રાજકોટ વાળા ને ઝડપી લઈને રીક્ષા અને દારૂ સહીત કુલ 1,28,800 નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી

(12:17 am IST)