Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મહુવામાંથી મોબાઈલ ચોરને ઝડપી લેતી ભાવનગર એલસીબી

મહુવાની મેઘરજ સિનેમા પાસેથી ભાવનગર એલસીબીએ પૂર્વ બાતમીનાં આધારે બે મોબાઈલ સાથે જનતા પ્લોટમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો.

  મળતી વિગત મુજબ મહુવા હોસ્પિટલમાં નોકરી કરતા અને હોસ્પિટલ ક્વાર્ટરમાં રહેતા ડો. દાનુભાઈ ઉનડભાઈ મોરી ગત તા. ફેબ્રુઆરીનાં રોજ પોતાના ક્વાર્ટરમાં હતા ત્યારે તેમનાં મોબાઈલ પર ફોન આવતા ઈમરજન્સી આવતા તેઓ ક્વાર્ટરનો દરવાજે અટકાવી હોસ્પિટલ ગયેલા અને પરત આવતા તેનો આઈટી ૬૨ રૂા.૪૫ હજારની કિંમતનો મોબાઈલ કોઈ ચોરી કરી ગયેલું જેની જે તે સમયે મહુવા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવાયેલી હતી

  દરમ્યાન ભાવનગર એલ.સી.બી.ને મળેલી પૂર્વ બાતમીનાં આધારે આજે મહુવાની મેઘરજ સિનેમા પાસેથી રાજુ સોંડાભાઈ પરમાર ( ..૩૫) (  રહે જનતા પ્લોટ નં.૧૫૭ મહુવા) ને અટકાવી પુછપરછ કરી તલાસી લેતા તેની પાસેથી બે મોબાઈલ મળી આવેલ જે અંગે પુછપરછ કરતા મોબાઈલ હોસ્પિટલ કવાર્ટરમાંથી ચોરેલો અને બીજો મહુવાની નિલકંઠ હોસ્પિટલમાંથી મહિલા પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા તેની અટકાય કરી મહુવા પો.સ્ટે.માં ગુનો નોંધાવી સોંપી આપેલ.છે 

(11:07 pm IST)
  • અમદાવાદ-આવકવેરા વિભાગ દ્વારા તૈયાર કરાયો કંટ્રોલ રૂમઃ ૨૪ કલાક ધમધમતો રહેશેઃ ગુજરાતના ૩૩ જીલ્લાની ફરીયાદો ઇમેઇલથી કંટ્રોલરૂમને મળશેઃ રૂ. ૧૦ લાખથી વધુની રોકડ કે અન્ય વ્યવહારો મળશે તો કાર્યવાહી કરાશે access_time 4:18 pm IST

  • બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ : ધો.૧૦-૧૨ની ૪૭ કોરી ચાર્જશીટ ઝડપાઈ : વડોદરાના ગોત્રી પોલીસે ભુવનેશ પાઠકની કરી ધરપકડ : ૩ લેપટોપ, ૨ પ્રિન્ટર, ૪ મોબાઈલ જપ્ત access_time 5:50 pm IST

  • ૨૩ એપ્રિલે જ સૌરાષ્ટ્રની બે વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાશે: સૌરાષ્ટ્રની માણાવદર અને ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૨૩ એપ્રિલે મતદાન થશે.:આ જ દિવસે ગુજરાતની ૨૬ લોકસભાની બેઠક માટે પણ મતદાન થવાનું છે. access_time 10:33 am IST