Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અમરેલીમાં હથિયારો સાથે ઝડપાયેલ પુના ભરવાડ સહિતના રિમાન્ડની તજવીજ

અમરેલી, તા.૧૪: પોલીસ અધિક્ષક શ્રી. નિર્લિપ્ત રાયે આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુકત રીતે મતદાન થઇ શકે તે હેતુથી અમરેલી જીલ્લાના ભયજનક અને માથાભારે ઇસમો અંગે કોમ્બીંગ કરવા અને તેમના વિરૂધ્ધ જરૂરી અટકાયતી પગલાંઓ લેવા અમરેલી જીલ્લા પોલીસને જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂનાઓના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. ટીમ, એસ.સો.જી.  ટીમ, પેરોલ ફર્લો સ્કોટ, જીલ્લા ટ્રાફિક શાખા, અમરેલી શહેર પો.સ્ટે. તથા અમરેલી તાલુકા પો.સ્ટેની અલગ અલગ ટીમો બનાવી અમરેલી શહેર વિસ્તાર તથા તાલુકા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરતાં અમરેલી જીવાપરા, સોમનાથ મંદિર પાસે રહેતાં કુખ્યાત માથાભારે ઇસમ પુના રામભાઇ ભરવાડ, રહે. અમરેલી વાળાના રહેણાંક મકાને સર્ચ ઓપરેશન હાથ ધરતાં પોલીસ કાર્યવાહીથી બચવા પુના રામભાઇ ભરવાડ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારને હવામાં વીંઝવા લાગેલ અને પુના રામભાઇ તથા તેના ભાઇ મેપા રામભાઇએ પોલીસની કાર્યવાહીમાં અડચણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મજકુર ઇસમોને પકડી પાડી તેમના રહેણાંક મકાનમાંથી ઝડપી કરતાં ગુન્હો કરવાના ઇરાદે રાખેલ તલવારો, એરગન, બારબોરના કાર્ટીસ, ફરસી, ગુપ્તી, છરી, દાતરડું, હોકી જેવા જીવલેણ હથિયારો મળી આવેલ હોય મજકુર બંને ઇસમો વિરૂધ્ધ પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ, હથિયારબંધી જાહેરનામાના ભંગ અને ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ શખ્સોના રિમાન્ડની તજવીજ પોલીસે હાથ ધરી છે.

(3:52 pm IST)