Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મોરબીમાં વધુ એક હનીટ્રેપ : યુવાનને ફસાવી દંપતિએ ૨.૨૫ લાખ પડાવ્યા

૨.૨૫ લાખ પડાવ્યા બાદ વધુ રકમની માંગણી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો

મોરબી તા. ૧૪ : મોરબીમાં હનીટ્રેપ એક ધીકતો ધંધો બની ગયો હોય તેમ એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક યુવાનને બદનામ કરવાની ધમકી આપી દંપતીએ અઢી લાખ પડાવ્યા છતાં વધુ રકમની માંગણી કરતામામલો પોલીસ મથકે પહોંચ્યો છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસી પ્રજાપતિ યુવાને બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપી લક્ષ્મીબેન ચાવડા તેને પ્રેમસંબંધ હોય અને મરજીથી શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે આરોપી લક્ષ્મી અને તેના પતિએ બાદમાં સામાજિક બદનામ કરી દેવાની ધમકી આપીને ૨,૨૫,૦૦૦ ની રકમ પડાવી હતી તેમજ હજુ વધુ રકમની માંગણી કરતા હોય જેથી કંટાળી જઈને યુવાને આખરે પોલીસનું શરણું લીધું છે. બી ડીવીઝન પોલીસે દંપતી સામે ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી છે.

(3:51 pm IST)
  • આરટીઈ હેઠળ પ્રવેશ બાબતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી : ૨૦મીએ સુનાવણી : આરટીઈ હેઠળ વહેલી તકે પ્રવેશ આપવા અરજદારની રજૂઆત access_time 6:14 pm IST

  • નરેન્‍દ્રભાઇ મોદી સામે ચૂંટણી લડવાનું ભીમ આર્મીના સૂત્રધાર ચંદ્રેશખર આઝાદનું એલાન access_time 4:12 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST