Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ગોંડલ પોલીસ સ્ટેશન સામે ગ્રાઉન્ડમાં પડેલી ત્રણ કાર અને રીક્ષામાં આગ

ગોંડલ : ગોંડલના સામાકાંઠે સીટી પોલીસ સ્ટેશનની સામે આવેલ ગ્રાઉન્ડમાં પડેલ ત્રણ કાર અને એક રીક્ષામાં આગ લાગતા ગોંડલ ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ કયાં કારણોસર લાગી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:50 pm IST)
  • કલેકટરનો ખાસ પરિપત્રઃ જનરલ શાખાનું હવેથી નવું નામ ''ખાસ'' શાખા રહેશે : રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જનરલ શાખાનું નામ ફેરવ્યું: હવેથી ''ખાસ'' શાખા તરીકે ઓળખાશેઃ રાજય સરકારની તમામ કચેરીઓ લીધી સંપર્કમાં છેઃ જીલ્લાની દરેક કચેરીને આ પ્રમાણે નવા નામથી પત્ર વ્યવહાર કરવા પણ આપેલી સુચના... access_time 3:36 pm IST

  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • જામનગર : મનરેગામાં ભ્રષ્ટાચાર કરનાર ૩ કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા : જામનગર જિલ્લાના જોડિયાના બોડકા ગામે તળાવ ઉંડુ ઉતારવાના મનરેગાના કામમાં આચરાયો ભ્રષ્ટાચાર : મેટ તેમજ આશાવર્કર અને આંગણવાડી હેલ્પર સહિત ૩ ને ફરજ મોકૂફ કરાયા : એક પુરુષ અને બે મહિલા કર્મચારીઓને ફરજમોકૂફ કરતાં ડીડીઓ : મનરેગાની કામગીરીમાં ખોટી હાજરી પુરી રુ.૫૯,૫૨૪ રકમની ગેરરિતી આચરી કરાઈ હતી ઉચાપત : ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓ સામે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી access_time 6:01 pm IST