Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

માણવદર અને ધ્રાંગધ્રાની પેટાચૂંટણી ર૩ એપ્રિલે જ

જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી પણ ટુંક સમયમાં જાહેર થશે

રાજકોટ તા. ૧૪ : માણાવદર અને હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા ક્ષેત્રના કોંગી ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર પેટાચૂંટણી યોજવા ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે. બન્ને બેઠકોમાં લોકસભાની ચૂંટણી સાથે ર૩ એપ્રિલે જ મતદાન થશે. જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી પણ તેની સાથેજ યોજવા ટુંક સમયમાં જાહેરાત થઇ જનાર હોવાનું જાણવા મળે છે. આ બેઠકો ઉપરાંત ઉંઝા અને તાલાળાની બેઠકોની પેટાચૂંટણી અગાઉ જાહેર થઇ ગઇ છે. કુલ ધારાસભાની પ બેઠકોમાં પેટાચૂંટણી થશે.

(3:44 pm IST)
  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • ૧૫-૧૬ માર્ચે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં ગુજરાતની ૨૨ લોકસભા અને ૪ વિધાનસભા બેઠક માટે ઉમેદવારના નામો પર મંથન થશે access_time 4:18 pm IST

  • કચ્છ કોંગ્રેસમાં ખળભળાટ : પ્રદેશ કારોબારીમાંથી હાજી જુમા રાયમાએ રાજીનામુ આપ્યું : કચ્છનાં ૩.૯૦ લાખ મુસ્લિમોની સતત અવગણના થતી હોવાનો આક્ષેપ access_time 3:45 pm IST