Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

આટકોટના વિરનગરમાં ૪.ર૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયોઃ એલસીબીનો દરોડો

દારૂનો જથ્થો મંગાવનાર મકાનમાલીક હનુભાઇ વાળાનીશોધખોળઃ ૧૪ર૮ બોટલ દારૂ કબ્જે

તસ્વીરમાં દારૂનો જથ્થો અને રૂરલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ નજરે પડે

રાજકોટ તા. ૧૪ : આટકોટના વિરનગર ગામે રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૪.ર૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, રેઇડના પગલે આરોપી છનન થઇ ગયો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે એલસીબી પો ઇન્સ.એમ.એન.રાણા તથા પો.સ.ઇ. એચ.એ.જાડેજા તથા સ્ટાફ જસદણ-આટકોટ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ હકીકત આધારે વિરનગર ગામમાં હનુભાઇ દિલીપભાઇ વાળા રહે. વિરનગર વાળાના કબજા ભોગવટા વાળી ઓરડીમાં રેઇડ કરી પાર્ટી સ્પેશીયલ પેટી-૧૦૩, બોટલ નંગ-૧ર૬૩ કિ.રૂ.૩,૭૦,૮૦૦

બ્લુમુન પેટી-૧૬, બોટલ નંગ-૧૯ર કિ. પ૭,૬૦૦ મળી કુલ મુદામાલ પેટી નંગ ૧૧૯ કુલ બોટલ નંગ-૧૪ર૮ કુલ કિ. રૂ.૪,ર૮,૪૦૦ નો જથ્થો કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હનુભાઇ વાળા નાસી છુટયો હતો.

આ કામગીરીમાં એલસીબીના પો.ઇન્સ. એમ.એન.રાણા તથા પો.સ.ઇ. એચ.એ.જાડેજા ાસથે સ્ટાફના પો.હે.કોન્સ. રમેશભાઇ બોદર, પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા, પો.કોન્સ. રહીમભાઇ દલ, પો.કોન્સ. બાલકૃષ્ણ ત્રિવેદી, ડ્રા. પો.કોન્સ. ભીખુભાઇ ગોહીલ તથા પો. કોન્સ.નરેન્દ્રભાઇ દવે રોકાયા હતા.

(3:36 pm IST)
  • દ્વારકામાં ફુલડોલ ઉત્સવ સુધી વસંતોત્સવ ઉજવાશેઃ પદયાત્રીકોનો પ્રવાહ અવિરત access_time 3:45 pm IST

  • આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ આઇએમએફમાં ભારતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ડોક્ટર સુબીર કરણની કેન્દ્ર સરકારે વધુ છ મહિના માટે નિમણૂક કરી છે access_time 10:32 am IST

  • બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ : ધો.૧૦-૧૨ની ૪૭ કોરી ચાર્જશીટ ઝડપાઈ : વડોદરાના ગોત્રી પોલીસે ભુવનેશ પાઠકની કરી ધરપકડ : ૩ લેપટોપ, ૨ પ્રિન્ટર, ૪ મોબાઈલ જપ્ત access_time 5:50 pm IST