Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કાલે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે સૌરભ પટેલ નીતિન ભારદ્વાજ-જશુબેન કોરાટ સેન્સ લેશે

વઢવાણ, તા. ૧૪ :  લોકસભા ચૂંટણી અનુસંધાને કાલે તા. ૧પ ને શુક્રવારે હોટલ પ્રેસીડેન્ટ મિલન સિનેમા સામે સુરેન્દ્રનગર ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જેમાં સૌરભભાઇ પટેલ, નિતિનભાઇ ભારદ્વાજ, જશુમતીબેન કોરાટ સહિતના આગેવાનોને મળીને તેમના મંતવ્યો જાણશે.

સેન્સ પ્રક્રિયા લીંબડી વિધાનસભાની સવારે ૯:૩૦ કલાકે, ચોટીલા વિધાનસભા બપોરે ૧૧.૦૦ કલાકે, પાટડી-દસાડા વિધાનસભા-૧.૩૦ કલાકે, ધ્રાંગધ્રા વિધાનસભા બપોરે ર-૩૦ કલાકે, વિરમગામ વિધાનસભા -બપોરે ૩-૩૦ કલાકે , ધંધુકા વિધાનસભમા-સાંજે ૪-૩૦ કલાકે અને વઢવાણ વિધાનસભા સાંજે પ-૩૦ કલાકે  લેવાશે.

(3:34 pm IST)