Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભારતીબેન શિયાળને દિલ્હી બોલાવાયાઃ ભાવનગર બેઠક ઉપર હીરાભાઇ સોલંકીનું નામ પણ ચર્ચામાં

ભાવનગર, તા., ૧૪: લોકસભાની ચુંટણી જાહેર થતાની સાથે જ જુદા જુદા પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે અને ટુંક સમયમાં ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે. ત્યારે ભાવનગર બેઠક ઉપર હાલના ભાજપના સાંસદ  ભારતીબેન શીયાળ અને હીરાભાઇ સોલંકીનું નામ ચર્ચામાં છે.

ભારતીબેન શિયાળને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જયાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને અમીતભાઇ શાહ દ્વારા ચુંટણીની તૈયારી શરૃ કરી દેવા આદેશ અપાયાની ચર્ચા જાગી છે.

જયારે ભાજપ તરફથી રાજયમંત્રી પરસોતમભાઇ સોલંકીના ભાઇ હીરાભાઇ સોલંકીનુ નામ પણ ચર્ચાઇ રહયું છે.

(2:42 pm IST)