Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

લાઠી-લીલીયા પંથકમાં કોંગ્રેસમાં ભુકંપઃ હનુભાઇ ધોરાજીયા ભાજપમાં જોડાયા

૨૩ વર્ષનો યુવક પાટીદારોને છેતરી ગયો : હાર્દિક પટેલનું નામ લીધા વગર પ્રહારો

અમરેલી, તા., ૧૪: લોકસભાની ચુંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે અને કોંગ્રેસમાંથી અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહયા છે ત્યારે કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે.

અમરેલી જીલ્લાના લાઠી-લીલીયા બેઠકના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા (હનુભાભા)એ કોંગ્રેસને રામ-રામ કરીને ભાજપમાં જોડાઇ જતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

અમરેલી લોકસભા બેઠક માટેની આજે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જ હનુભાઇ ધોરાજીયા ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૦૭માં હનુભાઇ ભાજપની ટીકીટ ઉપરથી લીલીયા બઠક ઉપર રપ હજાર કરતા વધારે મતોથી જીત્યા હતા.

વર્ષ ૨૦૧૨માં પણ ભાજપે તેમને ટિકિટ આપવાનું કહેતા તેઓ પ્રચારમાં પણ લાગી ગયા હતા. જો કે ભાજપે પાછળથી તેમની ટિકિટ કાપી નાંખતા તેઓ નારાજ થયા હતા. એ પછી તેમણે ભાજપને શ્નરામરામલૃકરીને કોંગ્રેસ સાથે શ્નહાથલૃમિલાવ્યા હતા.ઙ્ગ

અમરેલી પંથકમાં હનુભાઈ ધોરાજીયા મજબૂત પાટીદાર નેતા ગણાય છે. જો કે ભાજપી ગોત્રના આ નેતાને ભાજપે ફરી કોંગ્રેસના શ્નહાથલૃમાંથી ખુંચવીને ભગવો ખેસ પહેરાવી દીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તેમને કેસરીયો ખેંસ પહેરાવી ભાજપમાં તેમનું સ્વાગત કર્યું હતું.

ગુરૃવારે ૧૪મી માર્ચે ભાજપમાં જોડાતાની સાથે હનુભાઈએ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ભાજપમાં જોડાયો છે, તેમણે હાર્દિક પટેલનું નામ લીધા વિના પ્રહાર કર્યા હતા કે, ૨૩ વર્ષનો યુવાન પાટીદારોને છેતરી ગયો છે.

આ સંદર્ભે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે, હનુભાઈની ક્ષમતા પર ભાજપને ભરોસો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને અમારી બહુ ચિંતા છે. તેમણે હનુભાઈનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમને હનુભાઈની ક્ષમતા પર ભરોસો છે.

(2:42 pm IST)
  • અમેરિકા ભારતમાં છ અણુ પાવર પ્લાન્ટ બનાવશે : બંને દેશો સહમત : અસૈન્ય પરમાણુ સહયોગને મજબૂત બનાવવાની દિશામાં સમજૂતિ કરાશે access_time 4:11 pm IST

  • લોકસભાના ૨૬ ઉમેદવારો નક્કી કરવા માટે અમદાવાદ ખાતે ૧૭મીથી ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડ : ૨૬ બેઠકોના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રિપોર્ટ અપાશે access_time 6:14 pm IST

  • અમદાવાદ-આવકવેરા વિભાગ દ્વારા તૈયાર કરાયો કંટ્રોલ રૂમઃ ૨૪ કલાક ધમધમતો રહેશેઃ ગુજરાતના ૩૩ જીલ્લાની ફરીયાદો ઇમેઇલથી કંટ્રોલરૂમને મળશેઃ રૂ. ૧૦ લાખથી વધુની રોકડ કે અન્ય વ્યવહારો મળશે તો કાર્યવાહી કરાશે access_time 4:18 pm IST