Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

માણાવદર અને ધ્રાંગધ્રાની પેટાચૂંટણી ર૩ એપ્રિલે જ

જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી પણ ટુંક સમયમાં જાહેર થશે

રાજકોટ તા. ૧૪ : માણાવદર અને હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા ક્ષેત્રના કોંગી ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર પેટાચૂંટણી યોજવા ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે. બન્ને બેઠકોમાં લોકસભાની ચૂંટણી સાથે ર૩ એપ્રિલે જ મતદાન થશે. જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી પણ તેની સાથેજ યોજવા ટુંક સમયમાં જાહેરાત થઇ જનાર હોવાનું જાણવા મળે છે. આ બેઠકો ઉપરાંત ઉંઝા અને તાલાળાની બેઠકોની પેટાચૂંટણી અગાઉ જાહેર થઇ ગઇ છે. કુલ ધારાસભાની પ બેઠકોમાં પેટાચૂંટણી થશે.

(11:51 am IST)
  • ભીખ-જમવાનું માગવાના બહાને મકાનોમાં ઘુસી રોકડ-દાગીનાની ચોરી કરતી પડદા ગેંગની ૫ મહિલા ઝડપાઇ : પડદા ગેંગની રંગોલી માંગીયા (વાઘરી), સંજુ માંગીયા, મંજુ જંગડીયા, ભુલીબાઇ માંગીયા અને કવિતા માંગીયા આ તમામ મહિલાઓ એક સાથે જમવાનુ માંગવાના બહાને ચોરી કરતી હતીઃ આ તમામ મહિલાઓ રાજસ્‍થાનથી ચોરી કરવાના ઇરાદા સાથે જ અમદાવાદ આવતીઃ પોલીસ વધુ તપાસ આદરી access_time 4:27 pm IST

  • ૨૨ વર્ષથી પથારીવશ બીમાર દિકરીને ઇચ્છા મૃત્યુ આપવા માતા-પિતાએ હાઇકોર્ટમાં કરી અરજી :હાઇકોર્ટે રાજય સરકાર પાસે માગ્યો જવાબઃ અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો access_time 4:11 pm IST

  • આરટીઈ હેઠળ પ્રવેશ બાબતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી : ૨૦મીએ સુનાવણી : આરટીઈ હેઠળ વહેલી તકે પ્રવેશ આપવા અરજદારની રજૂઆત access_time 6:14 pm IST