Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

બોટાદ ગિરનારી આશ્રમ શ્રી જગન્નાથ મંદિરના મહંત પંચામ પ્રમુખશ્રી નાગાબાવા-નાગેશ્વરી ગીરીબાપુ દેવલોક સિધ્ધાવ્યા

સેવક સમુદાયમાં ઘેરો શોકઃ સંતો-મહંતો-સેવકોની ઉપસ્થિતિમાં અપાઇ સમાધી

બોટાદ તા.૧૪: બોટાદ ગીરનારી આશ્રમશ્રી જગન્નાથ મંદિરના મહંત શ્રી પંચાળ પ્રમુખ શ્રી નાગાબાવા નાગેશ્વરગીરીબાપુ (નટુબાપુ) આજ રોજ તા.૧૩-૩-૨૦૧૯ને બુધવારના રોજ વહેલી સવારે દેવલોક પામતા સાધુ-સંતો અને સેવકગણમાં વાયુવેગે સમાચાર પહોંચતા પુજ્ય નટુબાપુના છેલ્લા દર્શન સંતો-મહંતો અને માનવ મહેરામણ હજારોની સંખ્યામાં ઉમટી પડેલ. પુજ્ય નટુબાપુની પાલખી યાત્રા ફેરવી આશ્રમમાં તેમના ગુરૂ ભાલાવાળા ભગવાનદાસ બાપુની સમાધીની બાજુમાં સમાધી આપવામાં આવેલ. ગીરનારી આશ્રમના મહંત શ્રી નટુબાપુએ સૌરાષ્ટ્રમાં પ્રથમ દોઢ કરોડના (૧૫૦૦૦૦૦૦૦)ના ખર્ચે જગન્નાથ મંદીરનું ભવ્ય નિર્માણ કરેલ અને જુનાગઢ ખાતે દર વર્ષે મહા શિવરાત્ર અને લીલી પરીક્રમા પ્રસંગે પુજ્ય નટુબાપુ ભોજનાલય(રસોડુ) ખોલી અસંખ્ય સાધુ-સંતો અને સેવકોને હરીહર કરાવતા અને પોતે પંચાળ વિસ્તારના સાધુ સમાજના પ્રમુખ તરીકે પ્રસનીય કામગીરી કરી રહ્ય્યા હતા. તેથી સાધુ સમાજમાં અદકેરૂ સ્થાન ધરાવતા અને બોટાદમાં વર્ષોથી ભગવાન શ્રી જગન્નાથની ગુજરાતમાં ત્રીજા નંબરની ભવ્ય રથયાત્રાનું દર વર્ષે આયોજન કરતા. અને આ રથયાત્રા તેમના પ્રિય સેવક બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ અને રથયાત્રા સમિતિના કમિટી મેમ્બર સામતભાઇ જેબલીયાના હાથે રથયાત્રાને વર્ષોથી પ્રસ્થાન કરાવતા. તેથી કાઠી ક્ષત્રિય સમાજમાં પણ શોકનું મોજુ ફરી વળેલ અને સામતભાઇ જેબલીયા વહેલી સવારે જાણ કરવામાં આવતા તાબડતોબ ગીરનારી આશ્રમે પહોંચી જઇ ગુજરાત ભરના સંતો-મહંતો અને સેવકોને ફોનથી અને સોસીયલ મીડીયા દ્વારા જાણ કરી પૂજ્ય નટુબાપુને સમાધી આપવાની કાર્યવાહી માટે બોયાદ ભજનાનંદ આશ્રમના મહંત પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી તથા સમઢીયાળા ધારેશ્વર મંદીરના મહંત શ્રી કનૈયાગીરી બાપુ તથા બિલેશ્વર મહાદેવ મંદીરના મહંત તથા વડીયા (ઇશ્વરીયા) જગ્યાના મહંત પુજ્ય શ્રી કિશોરાનંદજી બાપુ તથા ઘેલા સોમનાથના મહંત શ્રી વિક્રમગીરીબાપુ તથા બોટાદના મહાસુખબાપુ તથા કથાકાર ભાવેશ બાપુ વિગેરે નામી અનામી અનેક સંતો-મહંતોની સલાહ સુચન મુજબ પુજ્ય નટુબાપુની પાલખીયાત્રા યોજી ગીરનારી આશ્રમના પટાંગણમાં જય ગીરનારી જય જગન્નાથના જયઘોસ સાથે સંતોમહંતોના હાથે સમાધી આપવામાં આવેલ આવતા દિવસોમાં ભારતભર માંથી અખાડાના સાધુ-સંતો સહિત બહોળી સંખ્યામાં પુજ્ય નટુબાપુની સમાધીના દર્શને આવશે. અને ગીરનારી આશ્રમના લઘુ મહંત પુજ્ય શ્રી રાજગીરીબાપુને ગીરનારી આશ્રમ જગન્નાથ મંદીર મહંત તરીકે સંતો-મહંતો દ્વારા ગાદીભિષેક કરવામાં આવશે. અને અતિ ભવ્યતાથી પુજ્ય શ્રી નટુબાપુનો ભંડારો કરવામાં આવશે. તેમાં ભારતભર માંથી સંતો-મહંતો અને સેવકગણ ઉમટી પડશે. તો બોટાદ શહેર જિલ્લા તાલુકામાં વસતા ગીરનારી આશ્રમના સેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પુજ્ય નટુબાપુના ભંડારા સુધી હાજરી આપી તન-મન-ધનથી સહયોગ આપે તેમ બોટાદ ગીરનારી આશ્રમ જગન્નાથ મંદીરની રથયાત્રા કમિટી મેમ્બર સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવે છે.(૨.૩) 

(11:40 am IST)