Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

જસદણ-વિંછીયા તાલુકાના રસ્તાના કામો માટે રૂા.૯૨૪૭ લાખ મંજુર

૬૮ કી.મી રસ્તાની કાયાપલટ થશે : કુંવરજીભાઇ બાવળીયાના પ્રયત્નોને સફળતા

જસદણ તા.૨૪ : જસદણ અને વિંછીયા તાલુકાના અતિ જર્જરીત થયેલા રોડના નવીનીકરણના કામને માર્ગ અને મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા જોબ નંબરો ફાળવી આગળની વહીવટી પ્રક્રિયા માટે જવાબદાર અધિકારીને સુચના આપવામાં આવી છે.

જસદણ તાલુકાના (૧) એસ.એચ.ટુ ડુંગરપુર કનેસરા કોઠી નાની લાખાવડ રોડ, સેક હલેન્ડા કનેસરા રોડ કીમી ૦-૦ થી ૨૦-૮૩૦ ના રસ્તાને પ.૫૦ મી પહોળો કરવો તથા સીડી વર્કસ અને રોડ ફર્નીસીંગની ૨૦.૮૩ કીમી કામગીરી માટે રૂા.૧૯૬૫ લાખ, જસદણ વિંછીયા તાલુકાના (ર) ભડલી ગઢાળા બાબરા રોડ અપ ટુ ડીસ્ટ્રીકટ લીમીટ કીમી ૦-૦ થી ૬-૪૦ રસ્તાને ૭ મીટર પહોળો કરવો ૬.૪૦ કીમી માટે રૂા. ૮૫૦ લાખ (૩) વિંછીયા ઓરી હડમતીયા છાસીયા રોડ કીમી ૦-૦૦ થી ૨૦-૫૦૦ સુધીના ૨૦.૫૦ કીમી રસ્તાને ૭ મીટર પહોળો કરવાના કામ માટે રૂા.૨૭૫૦ લાખ (૪) આટકોટ જસદણ રોડ કીમી ૨૦૩ થી ૨૦૮-૬૦ નો પ.૬૦ કીમી રસ્તો ચારમાર્ગીય કરવા માટે રૂા.૧૫૪૭.૧૮ લાખની રકમ અને (પ) કાળાસર ઘેલા સોમનાથ રોડ કીમી ૦-૦ થી ૧૪-૨૦ના ૧૪.૨૦ કીમી રસ્તાને ૭ મીટર પહોળો કરવા રૂા. ૨૧૩૫.૩૯ લાખની મળી કુલ રૂા.૯૨૪૭ લાખની રકમ માર્ગ અને મકાન વિભાગે મંજુર કરી છે.

જસદણ અને વિંછીયા તાલુકાના બિસ્માર રોડ માટે વાહન ચાલકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતા. બિસ્માર રસ્તાઓને નવા રૂપ આપવા માટે સતત રજૂઆતો થતી હતી જે ધ્યાને લઇ અંદાજે ૬૮ કીમી રસ્તાઓની કાયાપલટ કરવા માટેના કામો કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી મંજુર કરાવ્યા છે.

 

 

(11:36 am IST)