Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

હળવદના ટીકર (રણ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધામાં વધારો કરવા માગણી

હળવદ તા. ૧૪ : તાલુકાના ટીકર (રણ) માં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાર્માસીસ્ટ તેમજ મેડીકલ ઓફિસર અને સ્ટાફના સહયોગથી સુવિધાઓથી સંપન્ન બનાવવામાં આવ્યું છે અને ખાનગી હોસ્પિટલ જેવી સફાઈ અને સુવિધાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી રહી છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર (રણ)માં બદલીથી આવેલ ફાર્માસિસ્ટ નીલેશકુમાર સરસાવાડિયાએ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. કૃપાલીબેન રંગાડીયા, ડો. દિપીકાબેન કાપડિયા તેમજ કર્મચારી સુરેશભાઈ, દિનેશભાઈ, મનીષભાઈ, અલ્તાફભાઈ, તળશીભાઈ, અકસાબેન, ભારતીબેન અને ગામના સરપંચ સંગીતાબેન વિજયભાઈ એરવાડિયા, ગામના આગેવાન ગોરધનભાઈ ગોઠીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરને ખાનગી હોસ્પિટલ જેવું બનાવ્યું છે માત્ર એક જ માસમાં આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા પર પુરતું ધ્યાન આપી સ્વચ્છ બનાવ્યું છે. ખાનગી હોસ્પિટલ જેમ સાઈનેજ, આઈ.ઈ.સી સુત્રો લગાવવા અને અદ્યતન પ્રસૃતિ રૂમ બનાવ્યા છે. જેમાં તમામ પ્રકારના ઈમરજન્સી ઇન્જેકશન, દવાઓ અને સાધનો રાખવામાં આવ્યા છે.(૨૧.૧૫)

(11:22 am IST)