Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

જામવાડી પાસે છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા ૩ને ઇજા

વિનોદ ઠાકોર, પિન્ટુ જસાણી, અને અશોક સોલંકીને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા.૧૪: જામવાડી પાસે છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતા ત્રણ યુવાનને ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ ગોંડલના વિજયનગરના વિનોદભાઇ રમેશભાઇ ઠાકોર (ઉ.વ.૩૫), વ્હોરા કોટડા રોડ પર રહેતા પિન્ટુ કાંતીભાઇ જસાણી (ઉ.વ.૩૦) અને અશોક ભનુભાઇ સોલંકી (ઉ.વ.૨૫) રાત્રે છકડો રિક્ષામાં બેસીને જતા હતા. ત્યારે જામવાડી નજીક શ્રીજી હોટલ પાસે પલ્ટી ખાઇ જતા ત્રણેયને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.

(10:31 am IST)