Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કચ્છમાં ભાજપના ૨ પૂર્વ નેતાઓ વચ્ચેનું કોલ્ડવોર લોકચર્ચાનું કેન્દ્ર

છેલ્લા ઘણા સમય થી વધી રહેલી પોલીસની ભીંસને પગલે જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય આરોપીઙ્ગ છબીલ પટેલ પોલીસને શરણે આવવા તૈયાર હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોનુ માનીએ તો, પુત્ર સિદ્ઘાર્થની ધરપકડ અને પોલીસ રિમાન્ડ બાદ તેમ જ ભત્રીજા પિયુષ પટેલ, વેવાઈ રસિક સવગણ પટેલને જેલ હવાલે કરાયા બાદ છબીલ પટેલ ઉપર ભીંસ વધી છે. એટલે, અમેરિકા થી પરત સ્વદેશ ફરીને છબીલ પટેલે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું મન બનાવી લીધું છે. ચર્ચા અનુસાર છબીલ પટેલ આજ કાલમાં જ હાજર થઈ જશે એવું મનાઈ રહ્યું છે. જોકે, ભચાઉ કોર્ટમાં પોલીસે હત્યા ના બનાવ પહેલા જ વિદેશ નાસી છુટેલ હોઈ છબીલ પટેલને ભાગેડુ ગુનેગાર ગણાવીને કલમ ૭૦ હેઠળ તેની ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કર્યા સહિતની તૈયારી કરી દીધી હતી. આ કેસ માં હજી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ ની ધરપકડ પણ બાકી છે. પોલીસે હત્યા ના ષડ્યંત્રનો પર્દાફાશ કરી નાખ્યો છે અને જેન્તી ભાનુશાલીની હત્યાની સોપારી કઈ રીતે અપાઈ તેની વિગતો હત્યારા આરોપીઓ પાસે થી મેળવી લીધી છે. અત્યાર સુધી આ કેસમાં કુલ ૮ આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી ૭ આરોપીઓ જેલ હવાલે થયા છે. (૧) રાહુલ પટેલ (૨) નીતિન પટેલ (૩) શશીકાંત કામ્બલે (૪) અશરફ શેખ (૫) વિશાલ કામ્બલે (૬) પિયુષ પટેલ (૭) રસિક સવગણ પટેલ (૭) કોમેશ પટેલ આ તમામ જેલમાં છે. જયારે (૮) માં આરોપી સિદ્ઘાર્થ છબીલ પટેલના રિમાન્ડ પુરા થયા હોય તેને પણ જેલ હવાલે કરી દેવાયો છે. પોલીસ રિમાન્ડ પોલીસ દ્વારા થયેલી સિદ્ઘાર્થ ની પૂછપરછ માં પણ ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં સેકસ સીડી તેમ જ વાતચીત ની ઓડિયો કલીપીંગ્સ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બની ચુકી છે. હત્યા ના બનાવ પૂર્વે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ સેકસ કલીપીંગ્સ તેમ જ ઓડિયો કલીપીંગ્સ અંગે સામસામે વિવાદો, આક્ષેપો તેમ જ પોલીસ ફરિયાદ લાંબો સમય ચર્ચામાં રહ્યા હતા. જેને કારણે કચ્છ અને ગુજરાતના રાજકારણમાં પણ ચકચાર મચી ગઇ હતી અને ભાજપ ના બે પૂર્વ નેતાઓ વચ્ચેનું કોલ્ડ વોર લોકચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું.

(10:30 am IST)