Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મોરબીના બેલા ગામ દ્વારા પદયાત્રીકો માટે કેમ્પ

 મોરબી : બેલા (આમરણ) ગામ સમસ્ત દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓની સેવા માટે રિલાયન્સ કંપની નજીક વિશ્રામ રાવટીમાં પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે જયાં પદયાત્રીઓ માટે ભોજન, ચાપાણી તેમજ વિશ્રામની સુવિધાઓ માટે ગ્રામજનો ૨૪ કલાક જાહેમત ઉઠાવી રહ્યા છે. દ્વારકા ધામ જતા પદયાત્રીઓ વિશ્રામ સાથે અહી રાસ ગરબાની રમઝટ પણ બોલાવે છે દ્વારકાના નાથના વિવિધ ભજનોના તાલે પદયાત્રી ભકતો ગરબે ઘૂમે છે અને બેલા ગામ સમસ્તના યુવાનો, મહિલાઓ પદયાત્રીઓની સેવાનો અનેરો આનંદ લઇ રહ્યા છે. કેમ્પમાં સેવા કાર્યોની તસ્વીર.

(10:28 am IST)