Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

જૂનાગઢ આલ્ફા સ્કૂલમાં આયોજીત જનરલ નોલેજ સ્પર્ધામાં ૩ હજાર વિદ્યાર્થીઓ જોડાયા

 જૂનાગઢ તા.૧૪: આલ્ફા સ્કૂલના સંચાલક જી.પી. કાઠીની યાદીમાં જણાવે છે કે આલ્ફા સ્કૂલ દ્વારા આલ્ફા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સ્પર્ધામાં આલ્ફા સ્કૂલના ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ ૩ થી ૬માં અને ૭ થી ૯માં પ્રથમ નંબર મેળવનાર બે વિદ્યાર્થીઓને રૂ. ૨૫,૦૦૦/-નું લેપટોપ, દ્વિતીય નંબર મેળવનાર બે વિદ્યાર્થીઓને રૂ. ૧૦,૦૦૦/- મોબાઇલ અનેતૃતિય નંબર પ્રાપ્ત કરનાર ત્રણ વિદ્યાર્થીઓને રૂ. ૪,૦૦૦/-ની સાયકલો ઇનામ તરીકે આપવામાં આવેલ હતી.

બંને વિભાગમાં ૪ થી ૧૦ નંબર પ્રાપ્ત કરનાર ૩૯ વિદ્યાર્થીઓને રીસ્ટ વોચ આપીને આલ્ફા સ્કૂલ દ્રારા સન્માન કરવામાં આવ્યુ઼ હતું.(તસ્વીરઃ મુકેશ વાઘેલા,જૂનાગઢ)

(9:22 am IST)