Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

વલારડીમાં ત્રિ-દિવસીય ૧૦૦૮ કુંડી મહાયાગ સંપન્ન

સમસ્ત વઘાસિયા પરિવારના કુળદેવીના મંદિરનું ભવ્ય ભૂમિપૂજન સંપન્ન : શ્રીવેરાઇ માતાજીના નિર્માણાધિન નુતન મંદિર સાનિધ્યે સંસ્કાર અને સંસ્કૃતિ-કૃષીજ્ઞનની થશે પ્રવૃતિઓ

 જુનાગઢ તા.૧૩ : સમસ્ત વઘાસિયા પરીવાર દ્વારા તાજેતરમાં અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના વલારડી ગામે અલૌકિક વેરાઇ માતાજીના ભવ્ય મંદિર દિવ્યધામનું ભૂમિપૂજન સામાન્ય પરિજનોના હસ્તે સાકાર કર્યું  હતું. આ નુતન નિર્માણાધિન દિવ્યધામ મંદિરનું ભૂમિપુજન ૬૪ મુકુટધારી નાન કુમારીકાઓ કે જેમને ૬૪ જોગણી સ્વરૂપ નિરખીને કુટંુબભાવથી બધા પરિવારજનો દ્વારા મહાઆરતી કરીને સોના-ચાંદી સહીત પંચધાતુથી નિર્મીત ત્રિકમ દ્વારા ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નુતનમંદિરના ભુમિપુજન વેળાએ રપ૦૦ થી વધારે લોકોએ વ્યસન મૂકિતથી સંકલ્પબધ્ધ બની સ્વચ્છ તંદુરસ્ત ભારતના નીર્માણ તરફ કદમ વધાર્યા હતા ૬૦ હજાર ચોરસ મિટરમાં એક લાખ અગીયાર હજાર ધન ચોરસફુટના વપરાશથી માતા વેરાઇના જ્યોત સ્વરૂપ દિવ્ય દર્શન આપતા આ મંદિરને પ્રદક્ષિણા પથ પર પ૧ શકિત પીઠના દર્શન, કલાત્મક પ્રવેશદ્વાર કલાત્મક મંડપ હશે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જીલ્લામાં આવેલ કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા બાબરા તાલુકામાં આવેલુ એક નાનકડુ ગામ વલારડીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેત મજુરી તેમ જ પશુપાલન છે. છતા આ નાનકડુ ગામ આજે દેશ અને દુનિયાને પ્રેરક સંદેશ પહોંચતો કરવામાં અગ્રીમ સ્થાને રહ્યું છે. કેમ કે ગામના સીમ વિસ્તારમાં સમસ્ત વધાસિયા પરિવારના સુરાપુરા પાતાદાદાની રણખાંભી દર્શનીય અને પુજનીય બનીને લોકો માટે અસ્થાનું કેન્દ્ર બની રહી છે. પાતાદાદાની નિશ્રામાં કરેલી મનોકામના અચુક સફળ રહ્યાની દાર્શનિક વાતો અનેક લોકો માટે શ્રદ્ધાબાળમાં વધારો કરી રહી છે. અહી ધર્મોત્સવની સાથે સાથે સામાજીક પ્રવૃતિના ભાગ સ્વરૂપે યુવાનોએ રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, માતા-પિતા વિહોણી દિકરીના લગ્નોત્સવ, પ૯ર ગામોમાંથી પધારેલા વઘાસિયા પરિવારમાં ગત વર્ષે જન્મેલી દિકરીને વધામણા ૧૦૦૮ યજમાનો અને ૧૦૦૮ ભુદેવોની નિશ્રાસાક્ષીએ મહાયાગ સહસ્ત્ર જ્ઞાનયજ્ઞ સંપન્ન કર્યો હોય ત્યાં માતા વેરાઇના ભવ્ય મંદિર દિવ્યધામ નિર્માણનું ભુમિ પૂજન હાથ ધરાયું હતું ભુમિપુજન કાર્યમાં પધારેલ સૌ ભાવિકજનો બેટી બચાવો, જળ બચાવો, ગાય બચાવો તેમજ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પો કરી નુતનભારતના ધર્મઆ ચરણ સંગાથે સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધક બની રહેવા તરફની દિશામાં વઘાસિયા પરિવાર આગળ વધ્યો હતો.

વઘાસિયા પરિજનોની સંગાથે જળપોથી યાત્રા પાતાદાદાના રણખાંભી સમીપ યજ્ઞશાળાએ પહોંચી તે વેળાએ માતાજી સાક્ષાત લીલી ચકલી બનીને પોથી યાત્રા દરમ્યાન ઉપર છત્ર બની રહ્યાની લોકનજરે જોનારે વાત કરી હતી તો ભુમીપુજન વેળાએ શ્રીફળનું આપો આપ ઉભુ તુટવુ સારા કાર્યમાં ઇશ્વરની પ્રત્યક્ષ ઉપસ્થિતીની નોંધ અપાવી ગયાનું લોકો માનતા હતા કહે છે. કે ચમારડીથી વલારડી જતા વચ્ચે આવતી જીવંત શ્રદ્ધાભાવના દ્રષ્ટાંતો રજુ કરતી પાતાદાતાની રણખાંભીના અનેક ચમત્કારો માત્ર પરિજનો જ નહીં પણ રાહદરી માત્ર મનોનિત વિચાર માત્રથી પોતાની હાલાકીથી બહાર આવ્યાના અનેક કિસ્સા લોકજિહૃાએ વહેતા થયા છ.ે ત્યારે જુનાગઢવાસીઓ ગરવા ગીરનારની પાવનભુમિથી ગયા હોય તેમને પણ માતા અને સુરાપુરાની અનુભુતિ થયાના અનુભવો કર્ણોપકર્ણ લોકજિહૃાએ ચર્ચાતા રહ્યા હતા.

જુનાગઢના મધુરમ કન્સ્ટ્રકશન જેન્તીભાઇ વઘાસિયાએ આ ધર્મ માંગલ્યમાં ઉપસ્થિત રહી ધનરાશીઓનું અનુદાન આપીને પોતાની સહભાગીતા વ્યકત કરી હતી તો કુમનભાઇ વઘાસિયાએ તેમના ખાખરાના વ્યવસાયનો સ્ટોલ ઉભોકરીને તેનો સંપૂર્ણ નફો આ સેવાકાર્યમાં સમર્પિત કર્યો હતો ધોરાજીનું રાજહંસગ્રુપ વાળા ચેતનભાઇ વઘાસિયાએ અનાથ દિકરીના વાલી બની ધર્મમાંગલ્ય મહોત્સવ યોજાયેલ.

સમુહ લગ્નમાં કરીયાવરનાં દાતા બન્યા હતાં. તો જુનાગઢનાં બાલાજી એન્જીયરીંગ કોલેજનાં સંસ્થાપકશ્રી યોગેશભાઇ વઘાસીયાએ માતા-પિતા વિહોણા વિદ્યાર્થીની શૈક્ષણીક સઘળી ફી માફ કરી પોતાની સંસ્થામાં અભ્યાસ કરાવવાની નેમ વ્યકત કરી વઘાસીયા પરિવારનાં સંતાનોને ૪૦ ટકા ફી માફીની જાહેરાત કરી હતી.

ઝાંજરડા ગામનાં યુવાનોએ પાપડ સેવા કરી હો તો કયાંક ઠાકરશીભાઇ જેવા સદગૃહસ્થે સપરિવાર પોતાનાં વાહન સાથે આ ધર્મોત્સવમાં પોતાની જાતને જોડી હતી. જેતપુરનાં ચંદુભાઇ વઘાસીયા હોય કે રાજકોટનાં મનુભાઇ અને પરસોતમભાઇ હોય કે નયનાબેન હોય કે પછી જેટકોમાં ફરજ નિયુકત વર્ગ-૧ નાં ઇજનેર કક્ષાનાં હરેશભાઇ વઘાસીયા જેવા અધિકારી હોય સૌએ સૌ એક જ વિચાર સંગાથે માતાનાં નિજ મંદિરનાં ભૂમિપૂજનનાં સાક્ષીભાવે સેવારત સહભાગી બની રહ્યા હતાં.

(4:09 pm IST)