Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સર્વોત્તમ ડેરીમાં નોકરી કરતા શિહોરના યુવાન વિક્રમ ચૌહાણનું અકસ્માતે મોત

પત્નિને સાસરે મુકી પરત આવતા ટ્રકે બાઇકને હડફેટે લીધો

ભાવનગર  તા. ૨૩ :  કરકોલીયા રોડ કેશવનગર વિસ્તારમાં રહેતા વિક્રમ મનજીભાઈ ચૌહાણ ઉ.૨૪ જેઓ નામાંકિત દૂધ સર્વોત્તમ ડેરીમાં નોકરી કરે છે. જેમના એક વર્ષ પહેલા પાલીતાણા નજીકના ગામમાં લગ્નના થયા હતા. જેઓ પોતાના પત્ની સાથે પાલીતાણા લગ્ન પ્રસંગે ગયેલ જેઓ તેમના પત્નીને સાસરે મૂકી પોતાની બાઈક લઈ પરત ફરતા હતા તે વેળાએ વળાવડ નજીક પસાર થતા હતા તે વેળાએ એક કાળમુખા ટ્રકે હડફેટ લેતા જ ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા આખું માથું છુંદાઈ ગયું હતું. નજરે જોનારા લોકો પણ જોઈ કંપી ઉઠ્યા હતા.

ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસ ઘટના સ્થળે દોડી જઇને લાશને સિહોરઙ્ગ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ જયાં પણ લોકોના ટોળા એકઠા થયા હતા બનાવના પગલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૨૧.૯)

 

(11:50 am IST)