Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

માળિયા મિયાણામાં અપહરણના ગુનામાં સામેલ અજીત ઉર્ફે અપૂ કોળી પકડાયો

મોરબી એસઓજીએ કોળી શખ્સને વાંકાનેરમાં સીરામીકની ઓરડીમાંથી દબોચ્યો

મોરબી, તા.૧૧: મોરબી એસઓજી ટીમ આજે પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયા પંથકમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલો આરોપી અને ભોગ બનનારને એસઓજી ટીમે શોધી કાઢી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા એસપીની સુચનાથી એસઓજી ટીમના ઇન્ચાર્જ પીઆઇ આર ટી વ્યાસની ટીમના અનિલભાઇ ભટ્ટ, ફારૂકભાઇ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા અને ધર્મેન્દ્ર પટેલ સહિતની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે માળિયામાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ અજીત ઉર્ફે અપૂ ધનજી સુરાણી કોળી (ઉ.વ.૨૨) (રહે. હાલ પાડધરા તા.વાંકાનેર) ને વાંકાનેર નજીકની સિરામિક ફેકટરીની ઓરડીમાંથી ઝડપી લીધો છે અને ભોગ બનનારને શોધી કાઢી આરોપીને માળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.

(4:33 pm IST)