Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અમરેલીઃ ટ્રકની હડફેટે પિતા-પુત્રીને ઇજા

અમરેલી, તા., ૧૧: તાલુકાના ડેડાણ ત્રાકુડા રોડ પર ટ્રક નં. જી.જે ૩ બી.વી. ૮૮ર૯ના ચાલકે  પુર ઝડપે અને બેફીકરાઇથી  તે રીતેથી ચલાવીને દરશન ઘનશ્યામભાઇ ગૌસ્વામીને હાથે પગે ફેકચર કરી પિતા ઘનશ્યામગીરી બાલુગીરી ગૌસ્વામીને નાની મોટી ઇજા કરી ટ્રક સ્થળ પર છોડી નાસી ગયાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

બોલેરોની હડફેટે બુલેટ ચાલકને ઇજા

 બાબરાના ચમારડી વાસાવડ રોડ પર અજાણયા બોલેરો ચાલકે ચમારડી આવતા જાગાભાઇ કાનજીભાઇ અસલાલીયાને બુલેટ સાથે બોલેરો અથડાવી ગંભીર ઇજા કરી ફેકચર કરી નાસી ગયાની ફરીયાદ દયાળભાઇ કાનજીભાઇ અસલાલીયાએ બાબરા પોલીસ મથકમાં નોંધાવી છે.

 

(4:32 pm IST)