Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જામનગર જી.જી. હોસ્પિટલની પાળીએથી મૃતદેહ મળ્યો

જામનગર, તા.૧૧: અત્રેની હોસ્પિટલની પાળીએથી મૃતદેહ મળી આવતાં પોલિસ વાલી-વારસ શોધી રહી છે.

આ અંગેગાંધીનગરમાં રહેતા હીતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૧૦ ના રોજ જી.જી.હોસ્પિટલ પારી પાસે એક અજાણ્યો પુરૂષ આશરે ૩પ થી ૪૦ વર્ષનો કોઈપણ કારણોસર મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે.

મોટીખાવડી ગામે ફુવારા ચોરાયા

જામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાં ભરતસિંહ અમરસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૧–ર૦૧૯ના ફરીયાદી ભરતસિંહ ના મોટી ખાવડી આશાપુરા આર્કેડીયા પ્રા. લીમીટેડ મીલેનીયમ પ્લાઝા રેસીડેન્ટના બીજા માળે આવેલ અઢાર રૂમના દરવાજાના તાળા તોડી તથા ફુવારા નંગ–૭ પીતળના જેની કુલ કિમત રૂા. ર૩,૭૦૦ની આ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ એ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

લોખંડના પાઈપ વડે માર માર્યા      જામનગરઃ ધુંવાવમાં રહેતો અલી કાદરમીયા બુખારી ઉ.વ. રપ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૮ ના રોજ ઈસ્કોન મંદિર સામે રાજકોટ–જામનગર હાઈ–વે રોડ પર આ કામેનો આરોપી અલ્તાફ કાસમભાઈ ખલીયા રહે. કંડોરણાવાળાએ અચાનક આવી લોખંડના પાઈપથી ઘા મારી ગુન્હો કરેલ છે.

 

(4:31 pm IST)