Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સમાચાર કેમ પ્રસિધ્ધ કર્યા? પકડાયેલ ટ્રકનો દંડ તારે ભરવો પડશે તેમ કહી પત્રકારને મારી નાખવા ધમકી

જામનગરના કપીલ જોઇસર દ્વારા સીટી એ-ડીવીઝનમાં ફરિયાદ

જામનગર તા. ૧૧ : અહીંના પત્રકારે ખાણ-ખનીજ ચોરી અંગે ટ્રકના ફોટા સહિતના સમાચારો પ્રસિધ્ધ કરતાં તેઓને ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગતો મુજબ અહીં ન્યુ જેલ રોડ પર રહેતા કપીલ અરવિંદભાઈ જોઈસર ઉ.વ. ૩૬ ધંધો પત્રકારએ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૯ ના રોજ ખાણ ખનિજ ખાતા દ્વારા અલીયાબાડા પાસે ગેરકાયદેસર રેતીના ટ્રકો પડેલ હોય જેથી ફરીયાદીએ આ બાબતે ફોટા તથા વિગતો પોતાના ન્યુઝ પેપરમાં પ્રસિઘ્ધ કરેલ હોય જેથી તા. ૧૦ ના રોજ ફરીયાદીના મોબાઈલ ફોન ઉપર મોબાઈલ નંબર ૯૯૭૯૪ ૦૯૪૦૮ ઉપરથી ફોન આવેલ કે તમે મારા ટ્રકના ફોટા સાથેના સમાચાર આપેલ છે અને મારા ટ્રકનો જે દંડ આવે તે તમારે ભરવો પડશે નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુન્હો કરેલ હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

સાસરીયાઓ દ્વારા પરિણતાને મારકુટ

અહીં પંચ 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શબાનાબેન હાજી યુનુસ  ખીરા એ ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી શબાનાબેને હાજી યુનસ સાથે નિકાહ કરેલ હોય અને છ મહિના સુધી આ કામના આરોપીઓ હાજી યુનુસ ખીરા, રોશન યુનુસ ખીરા, યુનુસ મામદ ખીરા, બોદુ મામદ ખીરા વસીમ યુનુસ ખીરા, રે. મસીતીયા ગામ, તા.જિ.જામનગરવાળાઓએ સારી રીતે રાખેલ ત્યાબાદ આ કામના આરોપી રોશનબેને આ કામના ફરીયાદી શબાના બેનને કહેલ કે તને રસોઈ બનાવતા નથી આવડતી તેમ કહીને અવાર નવાર મેણા ટોણા મારતા હોય તેમજ આ કામના આરોપી યુનુસ મામદ ખીરા, બોદુ મામદ ખીરા, વસીમ યુનસ ખીરા એ આ કામના આરોપી હાજી યુનુસ ખીરા તથા રોશન યુનુસ ખીરાને ચઢામણી કરતા હોય  જેથી ફરીયાદી શબાનાબેન અવાર નવાર રીસામણે આવતા હોય અને આજથી ચાર માસ પહેલા ફરીયાદી શબાનાબેનના ભાઈ ઈમ્તિયાઝ મુકવા આવતા આ કામના આરોપી બોદુ મામદ ખીરા તથા વસીમ યુનુસ ખીરા ઓએ ફરીયાદી શબાનાબેનના ભાઈને ધકકો મારી ઢીકાપાટુનો માર મારી તેમજ આ કામના આરોપી હાજી યુનુસ ખીરા એ ફરીયાદી શબાનાબેનને ઝાપટુ મારી તથા આ કામના આરોપી રોશનબેનને આ ફરીયાદી શબાનાબેનના વાળ પકડીને ઢીકાપાટુ માર મારી દુઃખ ત્રાસ આપી ગુનો કરેલ છે.

કેમ બોલાવતો નથી તેમ કહી મારમાર્યો

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આબીદ યુનુસભાઈ નુરમામદભાઈ બ્લોચ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧–૧૯ના આ કામના ફરીયાદી આબીદભાઈ ખોજા નાકા, હાજીપીર ચોક પાસે ઉભા હતા ત્યારે આ કામનો આરોપી મમુડી ચોર આવી કહેવા લાગેલ કે કેમ મને બોલાવતો નથી અને હું હોય ત્યાંથી કેમ દૂર ચાલ્યો જાશ જેથી ફરીયાદી આબીદભાઈએ કહેલ કે તું ચોરી કરે છે તારી પાસે અમે ઉભા રહીએ તો લોકો મને પણ ચોર સમજે જેથી આ કામના  આરોપી મમુડીએ ઉશ્ેકરાઈ જઈ ફરીયાદી આબીદને ભુંડી ગાળો આપી તથા ઢીકાપાટુનો માર મારવા લાગેલ તેવામાં આ કામના આરોપી યુસુફ મુસા એ લોખંડના પાઈપ વડે ફરીયાદી આબીદને માથાના પાછળના ભાગે તથા ડાબા હાથની કોણીના ભાગે તથા ડાબા પગના પંજા ઉપર મારેલ તેવામાં આ કામના ફરીયાદી આબીદનો ભાઈ શારજહાં વચ્ચે છોડાવવા આવતા આ કામના આરોપી મમુડી એ ફરીયાદી આબીદના ભાઈને પણ માથાના ટાંકાની ઈજા કરી જતાજતાં કહેલ કે હવે જો મને ચોર કહીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

(4:30 pm IST)