Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સાવરકુંડલા પાસે ૮૭ બોટલ દારૂ ઝડપાયો

આરોપીઓ છોટા હાથી મૂકીને નાસી ગયા

સાવરકુંડલા, તા. ૧૧: જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તથા કે.જે. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ સાવરકુંડલનાઓ દ્વારા જીલ્લામાં દારૂ-જુગારની બદી સંદભતર નાબુત કરવા સુચના મળેલ હોય જે આધારે પો.સ.ઇ. કે.ડી. ગોહીલને તથા પો.સ્ટાફના આદિત્યભાઇ બાબરીયાનાઓને બાતમી મળેલ હોય કે માલસીકા ગામથી વિસાવદર તરફ એક વાહન ઇંગ્લીશ દારૂ ભરેલ જાય છે.

જે બાતમી આધારે પો.સ્ટે.ના ઇ.ચા.પો.સ.ઇ. વી.એલ. પરમાર તથા સાથેના પો.સ્ટાફના માણસોએ રેઇડ કરતા છોટા હાથી વાહનમાંથી આરોપીઓ હિતેષભાઇ અનકભાઇ જેબલીયા રહે. ધારી પ્રેમપરા વાળો તથા તેની સાથે અજાણ્યો ઇસમ છોટા હાથી વાહન મૂકી નાસી છૂટેલ જે છોટા હાથી વાહનમાં ઇંગ્લીશ દારૂ ભારતીય બનાવટનો જથ્થો જેમાંં મેકડોનલ્સ નંબર-૦૧ માર્કાની પેટી નંગ-૧ તથા એપીસોડ કલાસીક વ્હીસ્કીની કુલ-૬ તથા સદર માર્કાવાળી કુલ-૩ બોટલો કુલ બોટલો નંગ ૮૭ની વાહન સાથેની કુલ કિ.રૂા. ૧૪૭૩૦૦નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી ઇ.ચા.પો.સ.ઇ. વી.એલ. પરમાર તથા સ્ટાફના હેડ કોન્સ દેવેન્દ્રભાઇ જોષી,પો.કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તથા જેન્તીભાઇ વાઘેલા, આલીગભાઇ વાળાએ  કરેલ છે.

 

(4:43 pm IST)