Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

હળવદ તાલુકાની ચિત્રકલા સ્પર્ધામાં તક્ષશિલા વિદ્યાલયે મેદાન મર્યુ

ઓમકાર એકટીવીટી સેન્ટર હળવદ સંચાલીત હળવદ તાલુકાની ચિત્રસ્પર્ધાની મેગા ફાઇનલ સ્પર્ધા તાજેતરમાં હળવદની બ્રાહ્મણની ભોજનશાળા ખાતે યોજાઇ થઇ. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિવિધ ધોરણની આ ચિત્રકલા સ્પર્ધામાં હળવદની તક્ષશિલા વિદ્યાલયે મેદાન માર્યુ હતુ. જે માટે ધોરણ બારમાં અભ્યાસ કરતા વાણિયા મેહુલ દિનેશભાઇએ સ્વચ્છતા અભિયાનનું ચિત્ર દોરી તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. જયારે શાળાની વ્યાસ પ્રિયાંશી અને ભાલૈયા સંદિપ ઇશ્વરભાઇએ બીજો નંબર મેળવ્યો હતો. બેટી બચાવો અભિયાનનું ચિત્ર દોરીને પલાણી અક્ષય ધીરજલાલે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. સોલંકી અનિરૂધ્ધ અને સોલંકી મિતે અનુક્રમે તાલુકા કક્ષાએ ચોથો અને પાંચમો નંબર મેળવ્યો હતો. વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઓમકાર એકિટવીટી સેન્ટરના આર.પી.પંચોલી સાહેબ અને નરેન્દ્ર સરવૈયાએ ઇનામો એનાયત કરેલ હતા. શાળાના ચિત્ર શિક્ષક આશિષ રાઠોડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી તે બદલ મેનેજીંગ ડીરેકટર ડો.મહેશ પટેલ અને સંચાલક રમેશભાઇ કૈલા તથા રોહિતભાઇ સીણોજીયાએ અભિનંદન પાઠવેલ હતા તે વખતની તસ્વીર.(૪૫.૫)

 

 

(1:11 pm IST)