Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અમરેલીમાં દિવ્યાંગ બાળકોનો હમ હોંગે કામયાબ કાર્યક્રમ યોજાયો

અમરેલી તા.૧૧ : અહી દાદા ભગવાન ત્રિમંદિર લીલીયા રોડ ખાતે લઇ બ્રેઇલના જન્મદિવસની સર્વ શિક્ષા અભિયાન આઇઇડી વિભાગ અમરેલી તથા દાતા શ્રેષ્ઠીઓના સહયોગથી દિવ્યાંગ બાળકોના જિલ્લા કક્ષાના હમ હોંગે કામયાબ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર આયુષજી, સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરના પ્રકાશભાઇ ભટ્ટી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.જાદવ, આનંદભાઇ ભટ્ટ, ભાવનાબેન પટેલ, જે.પી.સોજીત્રા, જીતુભાઇ ડેર તેમજ અમરેલી શહેર અને બહારના દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરાયા બાદ કાર્યક્રમનો પ્રારંભ થયેલ. આ પ્રસંગે જે દિવ્યાંગ બાળકોનો જન્મદિવસ હતો તેમનો જન્મદિવસ સ્ટેજ પર કેક કાપી ઉજવણી કરવામાં આવેલ. બેટી બચાવો નાટક તેમજ જૂદી જૂદી ૨૭ કૃતિઓ વિકલાંગ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી. અમરેલીની ચાર શાળાઓનો સહયોગ મળ્યો હતો. આજે લુઇબ્રેઇલના જન્મદિવસે અંધ શાળાની એક બાળા દ્વારા તેમનુ જીવન ચરિત્ર રજૂ કરવામાં આવ્યુ હતુ.(૪૫.૪)

 

(11:56 am IST)