Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સાળંગપૂર ધામે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનાં સાનિધ્યમાં ૧૦૮ દિકરીઓનાં સમૂહલગ્ન

૨૭મીએ તૃતિય સમૂહલગ્નોત્સવની શરણાઇઓ ગુંજશે

રાજકોટ તા.૧૧: સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપૂરનાં આંગણે આગામી તા. ૨૭ જાન્યુઆરીએ તૃતિય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. જેમાં ૧૦૮ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

અથાણાવાળા મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજીની પ્રેરણાથી અથાણાવાળા પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીનાં માર્ગદર્શન તળે યોજાઇ રહેલા આ સમૂહ લગ્નમાં કુંડળનાં જ્ઞાનજીવનદાસજી, છારોડીનાં માધવપ્રિય દાસજી સ્વામી, ડાકોરનાં ભાનુપ્રકાશદાસજી, ઉપલેટાનાં ધર્મજીવન દાસજી, જગન્નાથ મંદિર અમદાવાદનાં મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ, પાળિયાદ જગ્યાનાં વિપુલભાઇ, ચીયાડાનાં ઇમબાપુ, વડતાલનાં કોઠારી ઘનશ્યામ પ્રકાશદાસજી સહિતનાં સંતો મહંતો ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે.

સમૂહ લગ્નમાં દાતાઓના સહયોગથી દિકરીઓને , મંગળસુત્ર, પાનેતર, કબાટ, ભગવાનની મૂર્તિ સહિતની ૪૦ થી વધુ નાની-મોટી ઘરવખરીની ચીજવસ્તુઓ કરિયાવર સ્વરૂપે પ્રસાદીમાં અપાશે.સાંજે ૩.૩૦ વાગ્યાનાં શુભ મુહુર્તે આ સમૂહલગ્ન યોજાશે. જેમાં પધારનારા ભકતો  માટે મહાપ્રસાદ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.(૧.૧)

(11:55 am IST)