Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બોલો લ્યો... ફોરેસ્ટ ગાર્ડ દ્વારા જ ગબડાવાતુ ગાડુ?

કોટડાસાંગાણીમા ભાડવા રોડ પર બાવળોનો સોથ વાળી દેવાયો છતા વન વિભાગ ઘોર નિંદ્રામા

કોટડાસાંગાણી તા.૧૧ : કોટડાસાંગાણીમા ભાડવા રોડ પર ટેલીફોન એક્ષ્ચેંજ પાસે કોઈએ ચારથી વધુ મસમોટા બાવળોનુ નીકંદન કાઢિ નખાયુ હોવા છતા વન વિભાગે કોઈ કાર્યવાહી નહી કરતા ફરીએક વખત કોટડાસાંગાણી ફોરેસ્ટરની કામગીરી પર સવાલો ઉભા થયા હતા.અને પર્યાવરણ પ્રેમીઓમા રોષ ફેલાયો છે

દિવસેને દિવસેને વધી રહેલા ગ્લોબલ વોર્મીંગના પ્રમાણને અંકુશ કરવામા વૃક્ષોનો સીંહ ફાળો રહે છે તેથી સરકાર દ્રારા પણ વીવીધ યોજનાઓ બનાવી લોકોને વૃક્ષો ઉછેરવાનો અને જાળવણી કરવાની અપીલ કરાતી હોય છે પરંતુ કોટડાસાંગાણીમા સરકારના વન વિભાગનુ કોઈ ઠેકાણુ ન હોઈ તેમ લાગી રહ્યુ છે અને વન વિભાગની કામગીરી છેલા ઘણા સમયથી વીવાદોમા રહી છે ત્યારે ફરી એક વખત વન વિભાગની નીષ્કાળજી સામે આવી છે જેમા ભાડવા રોડ પર આવેલે ટેલીફોન એક્ષ્ચેંજ સામે કોઈ અજાણ્યા ઈસમોએ રોડ નજીક આવેલા ચારથી વધુ મસમોટા બાવળોનો ધોંસ બોલાવી દીધા હોવા છતા કુંભ કરણની નીંદ્રામા સુતેલા અને પોતાના કામોથી સતત વીવાદોમા રહેલા વન વિભાગ દ્રારા કોઈપણ કામગીરી નહી કરતા પર્યાવરણ પ્રેમીઓમા રોસ ફેલાયો છે સાથેજ સુત્રોના જણાવ્યા મુજબ કોટડાસાંગાણીમા જાણે વન વિભાગના ફોરેસ્ટરની જગ્યા ખાલી હોઈ તેમ ફકત ગાર્ડ દ્રારાજ ગાડુ ગબડાવવામા આવે છે હોઈ તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીમા અધીકારીઓની મીટીંગ કે હોઈ ગ્રામ સભા જેમા દરેક જગ્યાએ ફકત ફોરેસ્ટરને બદલે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા જ હાજરી આપી સમગ્ર કામગીરી કરાતી હોવાનુ જાણવા મળ્યુ છે ત્યારે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી બન્યુ છે.(૪૫.૭)

બોલો લ્યો સાચુ કોણ ?

આ અંગે ટી એ જોષીએ જણાવેલ કે મને આર એફ ઓ દ્રારા સુચના મળતા હુ ભાડવા ગામે આવેલ ટેલીફોન એક્ષ્ચેંજ પાસે તપાસ માટે માટે ગઈ હતી ત્યા એક ખેડુત પતી પત્ની દ્રારા તેમની વાડી નજીકથી બાવળની ફકત ડાળોજ કાપી હતી ત્યારે સવાલ એ થાય કે બાવળોનુ નીકંદન કોટડાસાંગાણી કઢાયુ હતુ પરંતુ વન વિભાગના કર્મચારીઓ દ્રારા ભાડવા ગામે તપાસ કરાઈ હતી.(૪૫.૭)

આર એફ ઓએ સ્ટાફનો બચાવ કર્યો

આ અંગે આર એફ ઓ આર. જે. જેઠવાએ ગોળ ગોળ વાતો કરતા જણાવેલ કે આ અંગે તપાસ કરવા માટે મે કોટડાસાંગાણી ખાતેઙ્ગ રાઉન્ડ ફોરેસ્ટર ટી એ જોષીને મોકલેલ હતા તેમની તપાસમા ત્રણથી ચાર ગાંડા બાવળના વૃક્ષોને કાપવામા આવ્યા હતા પરંતુ સરકાર દ્રારા ગાંડા બાવળને કાપવામા કોઈ મંજુરી લેવાની જરૂર પડતી નથી અને રોડથી દુર હોવાનુ બહાનુ જણાવ્યુ હતુ. પોતાનો અને રાઉન્ડ ફોરેસ્ટર ટી એ જોષીનો બચાવ કર્યો હતો.(૪૫.૭)

(11:53 am IST)